Advertisement
Author: નોબત સમાચાર

સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા મુસાફરોમાં ફફડાટ

મધ્યપ્રદેશના જબલપુરમાં આજે સવારે

ભોપાલ તા. ૭ઃ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે સવારે ટ્રેન અકસ્માત સર્જાયો હતો. સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો છે. મુસાફરો સુરક્ષિત હોવા છતાં તેમનામાં ગભરાટનો માહોલ છે. અચાનક ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી મુસાફરો પણ ગુસ્સે છે, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ટ્રેન અકસ્માતો થઈ રહ્યા છે.

આજે સવારે થયેલ ટ્રેન દુર્ઘટના સવારે લગભગ પોણાછ વાગ્યાની આસપાસ બની હતી. જબલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મથી લગભગ ૧પ૦ મીટરના અંતરે કોચ પાઠા પરથી ઉતરી ગયા હતાં. પશ્ચિમ મધ્ય રેલવેના સીઆરપીઓ હર્ષિત શ્રીવાસ્તવે અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે ટ્રેન ઈન્દોરથી આવી રહી હતી, પરંતુ જબલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૬ તરફ જતી વખતે તેની ઝડપ ધીમી પડી અને તે પાટા પરથી ઉતરી ગઈ. પાટા પરથી ઉતરવાના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh