Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના બેરાજા ગામના યુવાનની હત્યાના કેસમાં આરોપીઓનો છૂટકારો

છ આરોપી સામે છ વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ

જામનગર તા. ૭ઃ ખંભાળિયાના બેરાજા ગામની સીમમાં સાડા છ વર્ષ પૂર્વે એક યુવાનની હત્યા થઈ હતી અને તેમના કુટુંબીજનોને હુમલામાં ઈજા થઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે છ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

ખંભાળિયા તાલુકાના બેરાજા ગામની સીમમાં ગઈ તા.૧૯-૧-૨૦૧૮ના દિને રામભાઈ પીઠાભાઈ સાજણ તથા તેમના પરિવારજનો પર કુહાડી, ધોકા, પાઈપ વડે પીઠા દેવશી નંદાણીયા, હેભાભાઈ ડાડુભાઈ, ખીમાભાઈ હેભાભાઈ તથા આલાભાઈ હેભાભાઈ, રામશી હેભાભાઈ, યુવરાજસિંહ જાડેજા નામના શખ્સોએ હુમલો કર્યાે હતો.

હુમલામાં ઘવાયેલા રામભાઈ પીઠાભાઈનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો, અન્ય ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ કેસ ખંભાળિયાની અદાલતમાં ચાલવા પર આવ્યો હતો.

અદાલતમાં બચાવપક્ષે દલીલ કરી હતી કે, મૃતકનું અવસાન હૃદયરોગના હુમલાથી થયું હતું, જ્યારે અન્ય વ્યક્તિને ગંભીર ઈજા સાબિત થતી નથી અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ પરેશ મહેન્દ્રભાઈ બુચ, સી.એમ. જોષી, વી.વી. કાનાબાર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh