Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુનિયર ખેલાડીઓનો હકક મારી લીધો તેથી સજા થઈ
નવી દિલ્હી તા. ૭ઃ બે પહેલવાનો કોંગ્રેસમાં જોડાતા જ કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણસિંહે બળાપો કાઢ્યો છે.
કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા બૃજભૂષણ શરણ સિંહે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા પહેલવાનો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં સામેલ થવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસના અનેક શીર્ષ નેતાઓ પર નિશાન સાધ્યું છે.
પહેલવાનો દ્વારા તેમની સામે શરૂ કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને યાદ કરતા બૃજભૂષણે કહ્યું કે, આ પગલું બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. આ ખેલાડીઓએ ૧૮ જાન્યુઆરીના રોજ એક ષડયંત્ર શરૂ કર્યું હતું. મેં કહ્યું હતું કે આ એક રાજકીય ષડયંત્ર છે. આમાં કોંગ્રેસ સામેલ હતી, દિપેન્દ્ર અને ભૂપેન્દ્ર હુડ્ડા સામેલ હતા આ આખી સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી. આ કોઈ ખેલાડીઓનું આંદોલન નહોતું અને હવે લગભગ બે વર્ષ પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ આ નાટકમાં સામેલ હતી.
એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા બૃજભૂષણે કહ્યું કે, હું દીકરીઓનો ગુનેગાર નથી. દીકરીઓના કોઈ ગુનેગાર છે તો તે બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ છે અને આ સ્ક્રિપ્ટ લખનાર ભૂપેન્દ્ર હુડ્ડા જવાબદાર છે. તેમણે કુસ્તીની ગતિવિધિને લગભગ પોણા બે વર્ષ સુધી ઠપ્પ કરી દીધી.
વિનેશ પર આકરા પ્રહાર કરતા બૃજભૂષણે કહ્યું કે શું એ સત્ય નથી કે, એશિયન ગેમ્સમાં બજરંગ ટ્રાયલ વિના ગયો હતો. હું કુસ્તી એકસપર્ટ અને વિનેશ ફોટાગને પૂછવા માગુ છું કે શું એક ખેલાડી એક દિવસમાં બે વજનમાં ટ્રાયલ આપી શકે છે? શું વજન કર્યા બાદ પાંચ કલાક સુધી કુસ્તી રોકી શકાય છે? તમે નિયમની વાત કરો છો, શું એવો નિયમ છે કે ખેલાડીએ એક દિવસમાં બે વેઈટ કેટેગરીમાં ટ્રાયલ આપી શકે, તેમાં તમે બીજાનો હક નથી માર્યો ? શું પાંચ કલાક સુધી કુસ્તી ન અટકાવી? શું રેલવેના રેફરીઓનો ઉપયોગ ન થયો? તમે કુસ્તી જીતીને નહોતા ગયા, તમે ચીટિંગ કરીને ગયા હતાં. જુનિયર ખેલાડીઓનો હક મારીને ગયા હતાં. ભગવાને તેની જ તમને સજા આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial