Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાવળા પાસે ગુરૂવારે રાત્રે થયો હતો અકસ્માતઃ
ખંભાળિયા તા. ૭ઃ કલ્યાણપુરના બાંકોડી ગામના વતની પોલીસ કર્મચારીનું ગુરૂવારની રાત્રે અમદાવાદના બાવળા પાસે વાહન અકસ્માતમાં નિધન થયા પછી ગઈકાલે તેઓના મૃતદેહને વતનમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર અપાયા પછી અંતિમક્રિયા કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામમાં વસવાટ કરતા અને દ્વારકા પોલીસ સ્ટેશનમાં જમાદાર તરીકે ફરજ બજાવતા ભાયાભાઈ (ભાવેશભાઈ) ગોજીયા (ઉ.વ.૩૧) નામના આહિર પોલીસ કર્મચારી એક કેસના કામે અમદાવાદ હાઈકોર્ટ જતા હતા. તે વેળાએ તેમને અમદાવાદના બાવળા પાસે અકસ્માત નડતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. ગઈકાલે સાંજે સદગતની અંતિમયાત્રા બાંકોડીમાંથી નીકળતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા.
બાવળા પાસે થયેલા અકસ્માતની જાણ થતાં દ્વારકાના જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી ડીવાયએસપી સાગર રાઠોડ, એએસઆઈ સજુભા જાડેજા સહિત પોલીસ ટીમ બાવળા પહોંચી હતી. ત્યાં પીએમ કરાવાયા પછી મૃતદેહને બાંકોડી લાવવામાં આવ્યો હતો. જ્યાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની ઉપસ્થિતિમાં સદ્ગતને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમક્રિયા માટે લઈ જવાયા હતા.
આ પોલીસ કર્મચારીને સંતાનમાં બે બાળકી છે. તેઓએ પિતાની શિતળ છત્રછાયા ગૂમાવી છે. જ્યારે માત્ર એકત્રીસ વર્ષની ઉંમર ધરાવતા ભાયાભાઈનું અકસ્માતમાં મૃત્યુ થતાં આહિર સમાજમાં પણ ગમગીની પ્રસરી ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial