Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭ઃ જામનગર એસીબી ટીમે ગઈકાલે રાજકોટમાં છટકુ ગોઠવી મુંબઈના પોલીસ અધિકારી વતી રૂા.૧૦ લાખની લાંચ લેતા વચેટીયાને દબોચી લીધો છે. વકીલ તરીકે ઓળખ આપતા આ શખ્સની ધરપકડ કરાઈ છે. ફરિયાદીને મુંબઈ નિવેદન આપવા ન જવું પડે તે માટે લાંચ માંગવામાં આવી હતી. જામનગર એસીબીએ ગણતરીના દિવસોમાં રાજકોટમાં બીજી સફળ ટ્રેપ કરી છે.
મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એક અધિકારી પોતાની પાસે રૂા.૧૦ લાખની માગણી કરી રહ્યા છે. તેવી ફરિયાદ રાજકોટના એક આસામીએ એસીબી-રાજકોટના ઈન્ચાર્જ નિયામક કે.એચ. ગોહિલે આગળની કાર્યવાહી કરવા જામનગર એસીબીને સૂચના આપી હતી.
તેના પગલે પીઆઈ આર.એન. વીરાણી તથા જામનગર ઓફિસના સ્ટાફે ગઈકાલે રાજકોટમાં ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદીએ જણાવ્યા મુજબ માટુંગાના પીઆઈ દિગમ્બર પાગરે થોડા દિવસ પહેલાં રાજકોટના આસામીને નિવેદન આપી જવા માટે નોટીસ કાઢી હતી. તે પછી રાજકોટનો જયમીન સાવલીયા નામનો શખ્સ આવ્યો હતો.
તેણે ફરિયાદીને કહ્યું હતું કે, હું મામલો સુલટાવી આપીશ અને તે માટે રૂા.૧૦ લાખ આપવા પડશે. તે રકમ ન આપવા ઈચ્છતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યાે હતો અને તેઓને છટકા માટે જામનગર એસીબી સ્ટાફે સમજાવ્યા પ્રમાણે તેણે રેસકોર્ષ રોડ પર ચાની હોટલ નજીક તે વચેટીયાને આવી જવા જણાવ્યું હતું અને ફોન પર જયમીન સાથે વાત કરી હતી.
તે પછી જયમીન પૈસા સ્વીકારવા માટે આવ્યો હતો અને તેણે પૈસા હાથમાં લેતા જ એસીબી ટીમ પ્રગટ થઈ હતી. સ્થળ પરથી આ વચેટીયાની અટકાયત કરી લેવાઈ હતી અને તેની તેમજ માટુંગાના પીઆઈ દિગમ્બર પાગર સામે ગુન્હો નોંધાયો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ જયમીન પોતાને વકીલ તરીકે ઓળખાવે છે ત્યારે તે શખ્સ વકીલ છે કે કેમ? તેની ચકાસણી કરાઈ રહી છે. જામનગર એસીબી ટીમે થોડા દિવસ પહેલાં રાજકોટના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને લાંચ લેતા પકડ્યા પછી વધુ એક સફળ ટ્રેપ કરી લાંચીયાને દબોચી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial