Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણ મહિનાની પુર્ણાહુતિ પછી પણ જુગાર યથાવતઃ ૩૭ સ્ત્રી-પુરૂષ ઝડપાયાઃ બે ફરાર

સાત દરોડામાં મોટર સહિત રૂપિયા સવા સાતેક લાખનો મુદ્દામાલ મળ્યોઃ

જામનગર તા. ૭ઃ જામનગરના રામેશ્વરનગરના દ્વારકેશ પાર્કમાં તેમજ વાંઝા વાસમાં, કોટડાબાવીસી ગામ, અને દરેડમાં ૧૮ મહિલા અને પાંચ શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયા છે. મોરાર સાહેબના ખંભાલીડા ગામમાંથી ચાર પત્તાપ્રેમી મળી આવ્યા છે. બે નાસી ગયા છે. મસીતિયામાં મોડીરાત્રે જામેલા જુગાર પર પોલીસે દરોડો પાડી પાંચ શખ્સને રૂા.૬ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પકડ્યા છે. આણંદપર ગામમાંથી પોણા લાખની મત્તા સાથે પાંચ શખ્સ પકડાયા છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા માટેલ ચોક નજીક દ્વારકેશ પાર્કમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી મળતા સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમતા દિલાવરસિંહ ઉર્ફે હરપાલસિંહ ભરતસિંહ જાડેજા, મીનાબા ભરતસિંહ જાડેજા, મીનાબા ભરતસિંહ પરમાર, પૂજાબેન કિશોરભાઈ જોષી, તૃપ્તિ ક્રિષ્નાભાઈ ઠાકર, મનિષાબેન રણજીતસિંહ ચુડાસમા, નિલમબેન અશ્વિનભાઈ ઘોડાદરા, સવિતાબેન ભીખાભાઈ ચુડાસમા નામના આઠ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂા.૩૪૪૦ કબજે કર્યા છે.

જામનગરની ગુલાબનગર પાસે વાંઝાવાસ ચોકમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા ઈનાયતખાન અનવરખાન પઠાણ, હસીનાબેન કાદરભાઈ સીપાઈ, મુમતાઝબેન અબ્દુલભાઈ બ્લોચ નામના ત્રણ વ્યક્તિને પોલીસે પકડી લઈ પટમાંથી રૂા.૧૫૮૦ કબજે કર્યા છે.

જામનગર તાલુકાના મોરાર સાહેબના ખંભાલીડા ગામના મોટાવાસથી હમાપર તરફ જવાના રોડ પર ગઈકાલે બપોરે જુગાર રમતા મજબુતસિંહ હેમુભા ગોહિલ, રઘુવીરસિંહ ઉર્ફે જનકસિંહ કિરીટસિંહ જાડેજા, ભૂપતસિંહ પરબત સિંહ જાડેજા, મહાવીરસિંહ વિક્રમસિંહ જાડેજા નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસને જોઈને પિન્ટુભા લગધીરસિંહ જાડેજા, દશરથસિંહ અર્જુનસિંહ જાડેજા ઉર્ફે કાનભા નામના બે શખ્સ નાસી ગયા હતા. પટમાંથી રૂા.૮૫૫૦ કબજે કરાયા છે.

કાલાવડ તાલુકાના આણંદ પર ગામમાં ગઈકાલે બપોરે જુગાર રમતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા સુખુભા જાડેજા, અશ્વિન હરસુખભાઈ સોલંકી, મુન્ના નાથાભાઈ સોલંકી, સંજય નાગજીભાઈ ધમર, નિલેશ રાજેશભાઈ બગડા નામના પાંચ શખ્સને પોલીસે પકડી લઈ રૂા.૧૦,૩૪૦ રોકડા, ત્રણ મોબાઈલ, બે બાઈક કબજે કર્યા છે.

જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામમાં ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા જયોત્સનાબેન જયંતિભાઈ વાછાણી, પૂનમબેન સુનિલભાઈ બુઢાણી, રેખાબેન હસમુખભાઈ કટારીયા, ઈન્દુબેન સુભાષભાઈ કણસાગરા, ઉષાબેન અશ્વિનભાઈ કણસાગરા, રસીલાબેન અરવિંદભાઈ મારૂ, રાધિકાબેન મહેન્દ્રભાઈ ડેડાણીયા નામના સાત મહિલા રૂા.૧૦,૩૪૦ સાથે ઝડપાયા હતા.

જામનગર નજીકના દરેડ પાસે મુરલીધર પાર્ક-૩માં ગઈરાત્રે તીનપત્તી રમતા જેઠાભાઈ નાગશીભાઈ મોવાણી, ધર્મેન્દ્રસિંહ રણજીત સિંહ ચુડાસમા, રેવતુભા માનસંગ જાડેજા, ક્રિષ્નાબા રણજીતસિંહ ચુડાસમા, ફાતમાબેન હુસેનભાઈ ઉધેજા નામના પાંચ વ્યક્તિને પંચકોશી બી ડિવિઝન સ્ટાફે પકડી લઈ પટમાંથી રૂા.૧૭૫૮૦ કબજે કર્યા છે.

જામનગર તાલુકાના મસીતીયા ગામમાં ગઈરાત્રે ગંજીપાના કૂટતા ઈસ્માઈલ હાજીભાઈ બ્લોચ, જગદીશ રસીકભાઈ ભીંડી, ડાડુભાઈ જેસાભાઈ ભાટુ, સુરેશ નારણભાઈ રાઠોડ, આરીફ હુસેન ખફી નામના પાંચ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂપિયા ૧૮૨૦૦૦ રોકડા, ચાર મોબાઈલ, જીજે-૧૮-બીડી ૧૬૫૯ નંબરની અર્ટીગા મોટર મળી કુલ રૂા.૬,૦૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh