Advertisement
Author: નોબત સમાચાર

સપડા પાસે પદયાત્રીઓ પર બેફામ બનેલી રિક્ષા ફરી વળીઃ સાતેક વ્યક્તિને થઈ ઈજા

રિક્ષાચાલકને પણ કોઈએ લમધારી નાખ્યોઃ

જામનગર તા. ૭ઃ જામનગર-કાલાવડ માર્ગ પર સપડા પાસે આજે સવારે ચાલીને જતા મહિલા, યુવાનો પર બેફામ બનેલી ઓટો રિક્ષા ધસી આવી હતી. રિક્ષાની ઠોકરે ચઢી ગયેલા સાતેક વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે. રિક્ષાચાલકને કોઈએ લમધારી નાખ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગર ખસેડાયા છે.

જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા સપડા ગામે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સેંકડો ભાવિકો દુંદાળા દેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે. તે દરમિયાન ગઈકાલે રાત્રે જામનગરના સુભાષ શાક માર્કેટ પાસે આવેલા ભોઈવાડામાં રહેતા કેટલાક ભાવિકો સપડા દર્શનાર્થે ગયા હતા.

આ ભાવિકો આજે વહેલી સવારે સપડા પાસે હતા ત્યારે જીજે-૧૦-ટીડબલ્યુ ૭૫૧૨ નંબરની ઓટો રિક્ષા પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેણે જીજે-૧૦-એઆર ૫૧૯૬ નંબરના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જયા પછી ચાલીને જતાં મહિલા, યુવાનોમાંથી સાતેક વ્યક્તિને હડફેટે લીધા હતા. જેના પગલે રોડ પર માનવ ચીચીયારી પ્રસરી હતી. બનાવની જાણ થતાં ૧૦૮ ધસી આવી હતી. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે નગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબોએ ઈજાગ્રસ્તની સારવાર શરૂ કરી હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ સ્થળ પર રિક્ષાચાલકને કેટલાક લોકોએ સારીપેઠે ઠમઠોરી નાખ્યો હતો. આ બનાવની પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ કરવામાં આવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh