Advertisement
Author: નોબત સમાચાર

ખેલમાં રાજકારણ અને ખેલાડીઓની રાજનીતિઃ ખેલ ખેલ મે ખિલાડી

ઘણાં ખ્યાતનામ ખેલાડીઓ ચૂંટણી લડ્યાઃ ઘણાં ભાગ્યાઃ ઘણાં જીત્યઃ ઘણાં હાર્યા...

જામનગર તા. ૭ઃ જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાના જીવનસાથી અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, અને રેસલર્સ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, તે પછી ખ્યાતનામ ખેલાડીઓની રાજકારણમાં સફળતાઓ તથા નિષ્ફળતાઓ અંગે નવેસરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જો કે રેસલર સાક્ષી મલિકે કાંઈક અલગ જ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

ખેલજગતમાં રાજનીતિ પ્રવેશી ગઈ છે. આપણો દેશ આઝાદ થયા પછી ખેલજગત પર હંમેશાં રાજનેતાઓ તથા ખાસ કરીને શાસક પક્ષોનો પ્રભાવ રહ્યો છે. આ પહેલા ઘણાં ખ્યાતનામ ખેલાડીઓ ચૂંટણીઓ લડીને વિધાનગૃહ કે સાંસદ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જન-પ્રતિનિધિ બન્યા, તો ઘણાં ચૂંટણીઓ હાર્યા પણ ખરા, જ્યારે કેટલાક ખેલાડીઓને સંસદમાં માનદ્ સંસદસભ્ય તરીકે રાષ્ટ્રપતિએ નિયુક્ત કરવા છતાં રાજનીતિથી અલિપ્ત જ રહ્યા, જેનું તાજુ ઉદાહરણ સચિન તેંડુલકર છે.

નવજ્યોતસિંહ સિદ્ધુએ રાજનીતિમાં પ્રવેશ્યા પછી પણ ગજબની 'રમત' દેખાડી ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામેના આંદોલન પછી વિનેશ અને બજરંગ કોંગ્રેસમાં, ક્રિકેટમાં ઉજ્જવળ કારકિર્દી પછી નિવૃત્ત થઈને રવિન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા, પી.ટી. ઉષા, મેરી કોમ, બબીતા ફોગાટ, સાઈના નેહવાલ, વિજેન્દ્રસિંહ વગેરે ઘણાં ધૂરંધરો તથા ગૌતમ ગંભીર જેવા ક્રિકેટરો રાજનીતિમાં જોડાઈ ચૂક્યા છે. રાજ્યવર્ધનસિંહ રાઠોર પણ કેન્દ્રિય મંત્રીપદ સુધી પહોંચ્યા. હવે જોઈએ, આ 'ખોલાડીઓ' રાજનીતિના ખેલમાં કેટલા સફળ થાય છે તે...

પાર્ટી-પોલિટિક્સ ઉપરાંત ખેલજગતના ફેરેશનો, બોર્ડ અને સંલગ્ન સરકારી વિભાગોમાં પણ એક અલગ જ પ્રકારનું રાજકારણ ખેલાતું રહ્યું છે, અને ખ્યાતનામ ખેલાડીઓનો રાજનીતિ પર પણ પ્રભાવ રહ્યો છે. એક રીતે ખેલજગત અને રાજનીતિ એકબીજાના પૂરક બન્યા પછી હવે ખેલજગત જ રાજનીતિ તથા દાવપેચનો અખાડો બનવા લાગ્યું હોય તેમ જણાય છે.

જો કે, જાડેજા, વિનેશ અને બજરંગ કાંઈ પહેલા ખેલાડીઓ નથી. જેઓએ રાજનીતિમાં ઝંપલાવ્યું હોય, આ પહેલા પણ ઘણાં ખેલાડીઓ રાજનીતિમાં જોડાયા હતાં. મોટાભાગના ખેલાડીઓને રાજકારણમાં ગયા પછી 'દ્રાક્ષ' ખાટી લાગી હતી, તો ગૌતમ ગંભીર જેવા કેટલાક ખેલાડીઓને પૂરક મીઠાં ફળો પણ ચાખવા મળ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh