Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરમાં રોગચાળો નિયંત્રણમાં રાખવા
જામનગર તા. ૬ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિષયક કામગીરી અન્વયે ઘરે-ઘરે સર્વે કરવામાં આવ્યો હતો જેમાં તાવના ૯૮ કેસો નોંધાયા હતાં.
જામનગરના ૧ર આરોગ્ય કેન્દ્ર ૧પ૧૩ દર્દીઓએ લાભ લીધો લીધો હતો. જેમાં ઝાડાના ૧૧, શરદી-ઉધરસના ર૪ અને સામાન્ય તાવના ૯ કેસ નોંધાયા હતાં.
હેલ્થ અને વેલનેસ સેન્ટર ઓપીડીમાં ૧૧૯૦ દર્દીઓએ લાભ લીધો હતો. ૧ર સ્થળોએ સ્પે. ઓપીડી શરૂ કરવામાં આવી છે, જેમાં ૬પ૩ દર્દીઓએ મુલાકાત કરી હતી. જેમાં તાવના ૪૪, શરદી-ઉધરસના ૧ર૯, સામાન્ય ઝાડાના ૧૩, ઝાડા-ઉલ્ટીના ૩, ચામડીના ૧૭૪, અને અન્ય ર૯૦ કેસ નોંધાયા હતાં.
આમ કુલ ૩૩પ૬ દર્દીઓએ આરોગ્ય વિષયક સેવાનો લાભ મેળવ્યો હતો. ૧૦૭ સ્થળોએ આરોગ્ય વર્કસ દ્વારા રેસીડ્યુઅલ ક્લોરીન ચેક કરવામાં આવ્યું હતું. ગઈકાલે ૧ર,૦૮૭ ક્લોરીન ગોળી તેમજ ૩ર૭ ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મચ્છરજન્ય, રોગચાળાને નિયંત્રણ રાખવા માટે પણ જરૂરી કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧પર ટીમ દ્વારા ૪ર,૦૩પની વસતિ અને ૯૯પપ ઘરમાં પ૪,૯૭૭ પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી.
આ દરમિયાન ૯૮ તાવના કેસ નોંધાયા હતાં. ૩૦ર ઘરોમાં પાણીના પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતાં જેનો નાશ કરાયો હતો. ૭૧ર૩ પાત્રોમાં એબેટ નામની દવા નાંખવામાં આવી હતી તથા ૩૬૧ પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયું હતું. ૯પ સેલરોમાં જંનુનાશક દવાનો છંટકાવ કરાયો હતો.
શહેરમાં પાણી ભરાયેલા ૧૭૬ સ્થળોએ જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો. તેમજ અન્ય ર૩૭પ કિલો જંતુનાશક પાવડરનો જથ્થો સપ્લાય કરાયો હતો જેમાંથી જરૂરી સ્થળે છંટકાવ કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial