Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડની જમીન અંગે વાદીએ કરેલી અપીલ મંજૂરઃ પ્રતિવાદી સામે મનાઈહુકમ

નીચેની કોર્ટે રદ્દ કર્યાે હતો દાવોઃ

જામનગર તા. ૭ઃ કાલાવડમાં આવેલી એક કિંમતી જમીન અંગે એક આસામીએ દાવો કર્યાે હતો. તે રદ્દ થતાં ઉપરની કોર્ટમાં અપીલ કરાઈ હતી. તે અપીલ ગ્રાહ્ય રાખી અદાલતે પ્રતિવાદી સામે મનાઈ હુકમ ફરમાવ્યો છે.

કાલાવડના નાથાભાઈ અરજણભાઈ ફળદુએ કાલાવડ સ્થિત સર્વે નં.૩૨૪વાળી જગ્યા પોતાની હોવાનું અને તેમાં પ્રવેશ કે ઉપયોગ કરતા અટકાવવા પ્રતિવાદીને હક્ક નથી તેવી દાદ માંગી દાવો દાખલ કર્યાે હતો.

કાલાવડના મામલતદાર, લેન્ડ સર્વે ઓફિસર સુરેશ, સુરેશ ભરવાડ વગેરે સામે કરાયેલો આ દાવો દીવાની અદાલતમાં રદ્દ થતાં નાથાભાઈએ જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી. ઉપરોક્ત અપીલ ચાલવા પર આવતા તે જગ્યા વાદીની માલિકીની છે તેમ પ્રતિવાદી જાણે છે અને તેથી પ્રતિવાદીએ કાઉન્ટર ક્લેઈમ કર્યાે નથી અને તેઓએ જગ્યાનો પોતાનો હક્ક હોવાનો આધાર પુરાવો રજૂ કર્યાે નથી તેવી દલીલ એપેલેન્ટના વકીલે કરી હતી.

ઉપરોક્ત દલીલ ગ્રાહ્ય રાખી જિલ્લા અદાલતે અપીલ અંશતઃ મંજૂર કરી પ્રતિવાદી વિરૂદ્ધ મનાઈહુકમ ફરમાવ્યો છે. વાદી નાથાભાઈ ફળદુ તરફથી વકીલ પ્રદીપ દેસાઈ, ધવલ બી. વજાણી, રાધા ડી. મોદી, જાનકી ભૂત, માનસી ફટાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh