Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકા પંચાયતનું નવનિર્મિત બિલ્ડીંગ છેલ્લા ચાર મહિનાથી ખુલ્લુ મૂકવામાં વિલંબ

ગતિશીલ ગુજરાત...!!

જામનગર તા. ૭ઃ જામનગર તાલુકા પંચાયતના જર્જરીત અને જુના બિલ્ડીંગને તોડીને પત્રકાર કોલોની પાસે તાલુકા પંચાયતનું નવું બિલ્ડીંગ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે બનાવાયું છે.

ગુજરાત સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના સેવાસદનોના નામે નવા સુવિધાપૂર્ણ ભવનો બનાવવામાં આવી રહ્યા છે. જામનગર તાલુકા પંચાયતનું બિલ્ડીંગનું કામ પુરૃં થઈ ગયું છે અને આ બિલ્ડીંગને તાળા મારી બંધ રાખવામાં આવ્યું છે... છેલ્લા ચાર-ચાર મહિનાથી !

ગુજરાતમાં સરકાર ખૂબ જ ગતિથી વિકાસ કામો કરે છે પણ કયાંક વિકાસ કામોના લોકાર્પણમાં રાજકિય કે અન્ય કારણોસર વિલંબ પણ થતો જોવા મળે છે. ગુજરાતમાં કેટલાક ફલાય ઓવર, માર્ગો કે ભવનોના કામ પૂરા થઈ ગયા પછી ઉદ્દઘાટનના વાંકે લોકોની સુવિધા માટે ખુલ્લા નહીં મૂકાતા અમુક શહેરોમાં લોકોએ જાતે જ તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું.

જામનગર તાલુકા પંચાયતના નવા બનેલા બિલ્ડીંગને તાળા લગાવી દીધા છે પરિણામે લોકોને/ અરજદારોને કરોડો રૂપિયાના ખર્ચે થયેલા આ વિકાસકામની સુવિધાનો લાભ મળતો નથી અને કામકાજમાં ભારે પરેશાની થતી રહી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતના સ્ટાફને પણ અદ્યતન સુવિધાવાળા વિકાસકામનો લાભ કે રાહત મળ્યા નથી. જાણવા મળતી વિગતો પ્રમાણે આ નવનિર્મિત ભવનનું ઉદ્દઘાટન કયારે કરવું, કોના હાથે કરવું તે બાબતમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે, અને સત્તાધારી પક્ષમાં આવી હુસા તુસી અને વિવાદના કારણે તાલુકા પંચાયતના ભવનનું ઉદ્દઘાટન/લોકાર્પણ વિલંબમાં પડ્યું છે અને કયારે થશે તે પણ કોઈ કહી શકે તેમ નથી !!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh