Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭ઃ જામનગરના સેનાનગરમાં રહેતા એક પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડ્યા પછી ઉલ્ટી થઈ હતી. તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ઓખા બંદર પરથી માછીમારી માટે દરિયામાં ગયેલા એક યુવાનને મધદરિયે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેના પર કાળનો પંજો પડ્યો છે.
જામનગરના એરફોર્સ રોડ પર આવેલા સેનાનગરના પ્લોટ નં.૮માં વસવાટ કરતા વાઘેલા નાનજીભાઈ હીરાભાઈ નામના ૫૮ વર્ષના પ્રૌઢ ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે સાડા પાંચેક વાગ્યે છાતીમાં દુખાવો ઉપડવાની સાથે આ પ્રૌઢને ઉલ્ટી તથા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
આ પ્રૌઢને ફરજ પરના તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના પુત્ર નીતિનભાઈએ પોલીસને જાણ કરી છે.
ઓખાના આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ નવસારી જિલ્લાના જલાલ પોર તાલુકાના વતની નરેશ સુમનભાઈ હળપતી (ઉ.વ.૩૦) નામના યુવાન માછીમારી માટે તુરજાદેવી નામની બોટમાં દરિયામાં ગયા હતા. તે દરમિયાન ગઈકાલે બપોરે આ બોટ દરિયામાં ૬૧ નોટિકલ માઈલ દૂર હતી ત્યારે નરેશભાઈને છાતીમાં દુખાવો ઉપડતા તેઓને સારવાર માટે કિનારે લાવવાની તજવીજ શરૂ કરાઈ હતી પરંતુ તે પહેલાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. પ્રજ્ઞેશ ગોપાલભાઈ ટંડેલે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial