Advertisement
Author: નોબત સમાચાર

ઢાંક ગામે અનોખું ગણેશ મંદિરઃ ભકતોની ગણપતિજીને લેખિત રજૂઆત!

ભાવિકો પત્ર દ્વારા પરેશાનીઓ લખે, પૂજારી ગણેશજીને સંભળાવે!

ખંભાળીયા તા. ૭ઃ સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ગણેશજીના મંદિરો છે જેમાં ઉપલેટા પાસે ઢાંક ગામે આવેલ ગજાનનનું મંદિર અનોખું મંદિર છે.

મોબાઈલ નેટ, વોટ્સએપ, ફેસબુક, ટવીટ્ર, ઈન્સ્ટાના જમાનામાં પણ અહીં ભકતો પોતાની સમસ્યા પત્ર ટપાલથી મોકલે છે અને મંદિરના પૂજારી સવારે ગણેશજીને આ સમસ્યા સંભળાવે છે!!!

ઢાંક ગામે આવેલું આ અનોખું ગણેશજીનું મંદિર છે. જ્યાં સફેદ આંકડામાંથી બનેલા કુદરતી ગજાનન મુખ્ય ગજાનન તથા અન્ય ગજાનન ત્રણ ગણેશજી તથા શિવ પરિવારના મંદિરો આવેલા છે. પૂજારી દ્વારા અહીં રોજ આવતા પત્રો કે જેમાં ભકતો પોતાની સમસ્યાઓ પ્રશ્નો લખેલા હોય છે. તે સવારે ભગવાનની પ્રતિમા સમક્ષ સંભળાવીને લખેલા ભકતોને ફોન કરીને પ્રશ્ન ભગવાનના 'દરબાર'માં રજુ થઈ ગયાની જાણ કરે છે. ગણેશ ચતુર્થીની અહીં ભવ્ય ઉત્સવ સાથે ઉજવણી થાય છે. જેમાં ભાવિકો ઉમટે છે.

ઢાંક તેના ડુંગરેશ્વર મહાદેવ માટે પણ જાણીતું છે. આ એક વિશિષ્ટ ગામ છે જેની ચારેય દિશાઓમાં ગણેશજીના મંદિરો આવેલા છે અને અત્યંત પ્રાચીન છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh