Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આરોપીના પિતાએ ફરિયાદ નોંધાવીઃ
જામનગર તા. ૭ઃ જામનગરના મચ્છરનગર હાઉસીંગ બોર્ડમાં એક મકાનમાં ત્રણેક દિવસ પહેલાં પુનીતનગરના બે શખ્સે આગચંપી કરી હતી. તે પછી એક શખ્સે આરોપીના ઘેર ધસી જઈ તલવારથી બારણા પર ઘા ઝીંક્યા હતા અને સીસીટીવી કેમેરો તોડી નાખ્યો હતો. એક આરોપીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના મચ્છરનગર પાસે આવેલા પુનીતનગરમાં રહેતા વિક્રમસિંહ નારૂભા વાળા નામના પ્રૌઢે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કિશન પાનસુરીયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ બેએક દિવસ પહેલાં વિક્રમસિંહના પુત્ર હીતરાજ તથા તેના મિત્ર યશપાલસિંહ વાળાએ અગાઉની માથાકૂટના કારણે કિશન પાનસુરીયાના મચ્છરનગર નજીક હાઉસીંગ બોર્ડમાં આવેલા મકાને જઈ જવલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી દીધી હતી. તે બાબતનો ખાર રાખી કિશન તલવાર સાથે હીતરાજના ઘેર ધસી આવ્યો હતો.
ત્યાં આ શખ્સે મારા ઘરને આગ કેમ લગાડી તેમ કહી વિક્રમસિંહના ઘરની બહાર મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાને તોડી નાખ્યો હતો અને ઘરના દરવાજામાં તલવારના ઘા ઝીંકી અંદાજે રૂા.૨૦ હજારનું નુકસાન સર્જયું હતું. પોલીસે તે ફરિયાદ પરથી બીએનએસની કલમ ૩૨૪ (૪) (૬) તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial