Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકાના અધિકારીના ભ્રષ્ટાચારના ધોરણે
જામનગર તા. ૭ઃ જામનગર મહાનગરપાલિકાની માલિકીની જગ્યાનો ખાનગી કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ માટે મહાનગરપાલિકાના બે ઉચ્ચ અધિકારીઓ સાંઠ-ગાંઠ ધરાવે છે, અને સમગ્ર પ્રકરણમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
જામનગરના ખોડિયાર કોલોની, સોનલનગર પાછળ હનુમાન ટેકરીમાં રહેતા મોહિત મકવાણાએ જામનગર જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, સિટી બસ પાર્કિંગવાળી જગ્યા મફતમાં ઉપયોગ કરવા માટે આપી દીધી છે. આ માટે વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
સિટી બસ પાર્કિંગવાળી જગ્યામાં જામનગર મહાનગરપાલિકાના અધિકારી એવા સિટી એન્જિનયર ભાવેશ જાની તેમજ નાયબ ઈજનેર રાજીવ જાનીની સાંઠ-ગાંઠથી પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરને ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા બિલ્ડીંગ મટિરિયલ્સ તથા સીસી રોડનો માલ-સામાન, પાણીના ટેન્કરો વિગેરે ત્યાં રાખવામાં આવે છે અને એકપણ રૂપિયાનું ભાડું ચૂકવ્યા વગર તેનો મફતમાં ખાનગી પાર્ટી ઉપયોગ કરે છે. આ તમામ બાબતથી મહાનગરપાલિકાના બન્ને અધિકારીઓ વાકેફ છે.
આ અંગે અગાઉ રજૂઆત કરવામાં આવી ત્યારે જવાબ આપવામાં આવ્યો હતો કે, ત્યાં સિટી બસ પાર્કીંગ થાય છે, પરંતુ ખાનગી પેઢીનો અઢળક માલસામાન ત્યાં રાખવામાં આવ્યો છે તેનું શું...? આ બાબતે પુરાવા સાથે રજુઆત કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial