Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રીસ જેટલી રાઈડો બંધ રહેતા લોકો નિરાશઃ
ખંભાળિયા તા. ૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી મોટા તથા મીની તરણેતર કહેવાતા શિરેશ્વર મેળામાં પણ સૌરાષ્ટ્રમાં અન્ય મેળાઓની જેમ મોટી ચકડોળના એસ.ઓ.પી. મુજબ પાલનમાં કડક નિયમોથી ગઈકાલે મેળાનું ઉદ્ઘાટન રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરાએ કર્યા પછી લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં, પણ મેળાનું આકર્ષણ ગણાતી મેઈન ૩૦ જેટલી રાઈડોમાં એક પણ પાસે લાયસન્સ ન હોય, રાઈડો માત્ર શોભાની જ રહેતા ચકડોળ રસીકો નિરાશ થયા હતાં. નાના ભૂલકા, રાઈડના શોખીન કિશોરોને બેસવા નહીં મળતા માતા-પિતા સાથે ઝઘડો કરતા નજરે પડતા હતાં.
તમામ રાઈડોનું ચેકીંગ એસ.ઓ.પી.ના નિયમોમાં તપાસણી, જગ્યાની મુલાકાત, ડોક્યુમેન્ટની ચકાસણી વિગેરે કરવા માટે એસ.ઓ.પી. ટેકનિકલ સમિતિના હેડ જે.બી. વનારા, પી.ડબલ્યુ.ડી. ઈજનેર ડાભી તથા જામનગર-ખંભાળિયાના સેફ્ટી માટેના નિષ્ણાતો દ્વારા બે દિવસથી સતત કામગીરી કરીને ગઈકાલે રાત્રે સાડાઆગિયર વાગ્યે તમામ ત્રીસેક જેટલા ચકડોળના ટેકનિકલ ચેકીંગ કરી રિપોર્ટ એસ.ડી.એમ.ને કરતા આજે લાયસન્સ એસ.ડી.એમ. આપશે. તેવી ધારણા છે.
જો કે દિવસો પહેલા ચકડોળના પ્લોટની હરાજી થઈ ગયા પછી ચકડોળવાળાએ ડોક્યુમેન્ટ મોડા રજૂ કરતા આ મોડું થતા એક દિવસ ગયો, દોઢ-બે લાખ ભાડાથી ચકડોળની જગ્યા લેવાવાળા મુશ્કેલીમાં મૂકાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial