Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીમારીથી કંટાળી તરસાઈ પાસે યુવકે ટ્રેન આડે ઝંપલાવ્યુંઃ
જામનગર તા. ૭ઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની દારૂની લતથી પત્ની, બાળકો અલગ રહેવા જતા રહ્યા હોવાના કારણે માઠું લાગી આવતા ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે જામજોધપુરના તરસાઈમાં કેન્સરથી પીડિત યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આયખું ટૂંકાવી લીધુ છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા વાલ્મિકી વાસમાં રહેતા કારાભાઈ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.૩૦) નામના વાલ્મિકી યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની ગઈકાલે સાંજે તેમના પરિવારજનોને જાણ થઈ હતી.
આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કરાયા પછી હર્ષદમીલની ચાલી નજીક પટેલનગરમાં રહેતા મૃતકના મોટાભાઈ રાજેશભાઈ વાઘેલાએ પોલીસને વાકેફ કરી છે. તેનું પોલીસે નિવેદન નોંધ્યું છે. જેમાં જણાવાયા મુજબ કારાભાઈ લાંબા સમયથી દારૂ પીવાની લત ધરાવતા હતા અને કોઈ કામ પણ કરતા ન હતા તેનાથી કંટાળી કારાભાઈના પત્ની સંતાનો સાથે ઘર છોડીને બીજે રહેવા ચાલ્યા ગયા હતા અને તેઓએ પતિ સાથે સંબંધ પણ ઓછો કરી નાખ્યો હતો.
ઉપરોક્ત બાબતથી માઠું લાગી આવતા કારાભાઈએ ગઈકાલે આત્મઘાતી પગલું ભરી લીધુ છે. સિટી સી ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ આદરી છે.
જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રામભાઈ કેશવાલા નામના ખેડૂતના ખેતરમાં રહેતા કાનજીભાઈ શામજીભાઈ ચાવડા (ઉ.વ.૪૮) નામના યુવાનને ચારેક વર્ષથી જીભમાં કેન્સર થયું હતું તેની સારવાર કરાવવા છતાં સારૂ થતું ન હોવાથી કંટાળી ગયેલા કાનજીભાઈએ આત્મહત્યા કરી લેવાનો કઠોર નિર્ણય કરી તરસાઈ રેલવે સ્ટેશનથી જામસખપુર રેલવે ફાટક વચ્ચે પહોંચી જઈ રાત્રે અગિયારેક વાગ્યે પસાર થયેલી ટ્રેન હેઠળ ઝંપલાવી લીધુ હતું. આ યુવાનનું ચગદાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. જામજોધપુર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial