Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીવરની બીમારીથી પીડાતા હતાઃ
જામનગર તા. ૭ઃ જામનગરના ઠેબા બાયપાસ પાસે આવેલી એક હોટલમાં કામ કરવા ઉપરાંત ત્યાં જ રહેતા અને લીવરની બીમારીથી પીડાતા યુવાનનું કોઈ કારણથી બેભાન બની ગયા પછી સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા ઠેબા બાયપાસ પાસે આવેલી ઝીણાભાઈ ભરવાડ નામના આસામીની હોટલમાં કામ કરતા અને ત્યાં જ રહેતા કૈલાસભાઈ સુકાભાઈ રાયકવાડ (ઉ.વ.૪પ) નામના યુવાનને લીવરની બીમારી વળગી હતી.
તેઓ સારવાર લેતા હતા. તે દરમિયાન ગુરૂવારે હોટલમાં કૈલાસભાઈ બેભાન બનીને ઢળી પડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ જગદીશ રાયકવાડે પોલીસને જાણ કરી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસે નોંધ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial