Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિવાર દવાખાને ગયો'ને તસ્કર ફાવ્યોઃ
જામનગર તા. ૭ઃ જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટના પાંચમા માળે સવારથી બપોર સુધી બંધ રહેલા એક ફ્લેટમાંથી સાડા નવ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ છે. બાલ્કનીનો દરવાજો ખોલી આ તસ્કર ફ્લેટમાં ઘૂસી ગયો હતો અને હાથફેરો કરી પલાયન થયો હતો. પોલીસે તપાસ આરંભી છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા અપૂર્વ રેસીડેન્સી નામના બિલ્ડીંગના પાંચમા માળે ૫૦૧ નંબરના ફ્લેટમાં વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના વતની આશુતોષસિંગ શ્રીકૃષ્ણ કુશવાહ નામના ખાનગી કંપનીના કર્મચારી ગયા બુધવારે સવારે દસેક વાગ્યે પોતાના પત્ની સાથે દવા લેવા માટે ફલેટને તાળું મારીને ગયા હતા.
તેઓ જ્યારે બપોરે એકાદ વાગ્યે ઘેર આવ્યા તે દરમિયાન તેમના ફ્લેટમાં ચોરી થયાની જાણ થઈ હતી. બાલ્કનીનો દરવાજો ખોલી કોઈ તસ્કર તેમના ફલેટમાં ઘૂસી ગયો હતો અને શયનખંડમાં રાખવામાં આવેલી તિજોરી ખોલી નાખી આ શખ્સે અંદરથી ૯૫ ગ્રામ વજનના સોનાના દાગીના ચોરી કરી લીધા હતા.
આ બાબતની ગઈકાલે સવારે આશુતોષસિંગે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂા.૩ લાખ ૪૫ હજારના દાગીનાની ચોરી કરવા અંગે અજાણ્યા તસ્કર સામે બીએનએસની કલમ ૩૦૫ (એ), ૩૩૧ (૩) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial