Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'રામનાથ કા રાજા'ની સ્થાપના
ખંભાળીયા તા. ૭ઃ ખંભાળીયા શહેરમાં રામનાથ સોસાયટીમાં રામનાથ સોસાયટી મિત્ર મંડળ દ્વાર ઘણાં વર્ષોથી 'રામનાથ કા રાજા' ગજાનની સ્થાપના પૂજા ઉત્સવ થાય છે. સવારે ગણેશજીની સ્થાપના સાથે ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ગણપતિજીનું આગમન તથા ભગવાનના પગલા પડતા હોય તેમાં પોતાના હાથથી ગણેશજીને પંડાલમાં બેસાડવાના શુભ કાર્યમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ચોકમાં વિશાળ પટાંગણમાં શણગાર સાથે ગજાનનજીની સ્થાપના કરવામાં આવી હતી.
રામનાથ સોસાયટી મિત્ર મંડળના જયદીપભાઈ જોશીએ જણાવેલ કે 'રામનાથ કા રાજા' ગજાનની દરરોજ સવારે ૭-૩૦ વાગ્યે તથા રાત્રે ગાયત્રી ગરબા મંડળની શ્રીનાથજીની ઝાંખીનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે. ૧૦-૯ ના વિશેષ અન્નકોટ તથા ૧૧-૯ ના વિસર્જન થશે.
સવજીભાઈ બથીયા ચોક રામનાથ સોસાયટીમાં આ ગણેશ ઉત્સવના કાર્યક્રમોનો લાભ લેવા જણાવાયું છે. રોજ પૂજા જયેશભાઈ દવે શાસ્ત્રી દ્વારા કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial