Advertisement
Author: નોબત સમાચાર

આઈપીએલની મેચ પર સટ્ટો રમતા શખ્સની થઈ ધરપકડ

રોકડ તથા મોબાઈલ કબજેઃ

જામનગર તા. ૧૩: જામનગરના ટીંબાફળી વિસ્તારમાં ગઈકાલે રાત્રે પોતાના મોબાઈલ પર એક આઈડી પરથી આઈપીએલની મેચ પર સટ્ટો રમતા હાલમાં મુંબઈમાં રહેતા જામનગરના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. તેનો મોબાઈલ તથા રોકડ કબજે લેવાયા છે.

જામનગરના ટીંબાફળી વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી પરથી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો ૫ાડ્યો હતો.

ત્યાંથી હર્ષદ મીલની ચાલી સ્થિત શેરી નં.રમાં રહેતો સન્ની ભરતભાઈ વશીયર નામનો શખ્સ ગઈકાલની આઈપીએલની મેચ પર એક આઈડીના માધ્યમથી રનફેર, વિકેટ સહિતના સોદા કરતો મળી આવ્યો હતો. પોલીસે તેનો મોબાઈલ તથા રોકડ મળી રૃા.૧૫૩૧૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને હાલમાં મુંબઈના બોરીવલીમાં રહેતા આ શખ્સ સામે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh