Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ દરોડામાં ત્રણ ચપલા સહિત ૫૭ બોટલ કબજેઃ
જામનગર તા. ૧૩: લાલપુરના આરબલુસમાંથી એક શખ્સને પોલીસે દારૂની ૨૦ બોટલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે ગોકુલનગર પાસેથી બે શખ્સને ૧૬ બોટલ સાથે ઝડપી લેવાયા છે. દારૂ પકડવા પોલીસે પાડેલા છ દરોડામાં ત્રણ ચપલા સહિત ૫૭ બોટલ કબજે કરવામાં આવી છે.
લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં એક મકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે પીએસઆઈ એસ.પી. ગોહિલના વડપણ હેઠળ આરબલુસ ગામમાં ભાવેશ જેઠાભાઈ પરમારના મકાનમાં દરોડો પાડ્યો હતો. તે મકાનમાંથી દારૂની બે બ્રાંડની ૩૦ બોટલ મળી આવી હતી. તે જથ્થા સાથે ભાવેશની ધરપકડ કરાઈ છે. તેણે પોતાના સાગરિત ભાણવડ તાલુકાના રાણપર ગામના ભીખા લાખા મોરીનું નામ આપ્યું છે.
કાલાવડ તાલુકાના શિંશાગ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે મહેશ ગોવિંદભાઈ દાફડા નામના રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વડવાજડી ગામના શખ્સને દારૂની બે બોટલ સાથે પકડી પાડ્યો છે.
જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસેથી પસાર થતાં વિજયનગરવાળા પાલાભાઈ આલાભા ચાવડા અને કોંઝા ગામના રામશીભાઈ વેજાણંદભાઈ કરમુર નામના બે વ્યક્તિને પોલીસે શકના આધારે રોકાવી ચેક કરતા આ શખ્સોના કબજામાંથી દારૂની ૧૬ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે લઈ બંને સામે કાયદાકીય કાર્યવાહી કરી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં સૂરજ લખમણભાઈ સિંધવ નામના શખ્સના મકાનમાં પોલીસે દરોડો પાડતા વોડકાની ત્રણ બોટલ સાથે સૂરજ મળી આવ્યો હતો. તેણે મુંગણી ગામના ભાણેજ ઉર્ફે રવિરાજસિંહ અને ઈલુ ઉર્ફે સુરેન્દ્રસિંહ કંચવાના નામ આપ્યા છે.
કાલાવડ તાલુકાના જૂના સોરઠા ગામમાં એક મકાનમાંથી પોલીસે જશુભા ખુમાનસંગ જાડેજાને દારૂના ત્રણ ચપલા સાથે પકડી પાડ્યા છે.
જામનગરના સમર્પણ સર્કલ પાસેથી કુલદીપસિંહ અનિરૂદ્ધસિંહ રાઠોડને બોટલ સાથે પકડી લેવામાં આવ્યો છે. જ્યારે ઝાખર ગામના પાટિયા પાસેથી મોટી ખાવડી ગામનો મુકેશ મોતીભાઈ વાંઝા અને જામજોધપુરના ગીંગણીમાંથી બિપીન કાનજીભાઈ ડાભી ઉર્ફે પીરી નામના શખ્સને પણ દારૂની બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial