Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાનના દિવસે કે એક દિવસ પૂર્વે
જામનગર તા. ૧૩: જામનગરમાં પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરાતો અને તેના પ્રિ-સર્ટીફિકેશન માટેની અગત્યની સૂચના જાહેર કરાઈ છે.
સમગ્ર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી અન્વયે મતદાનના દિવસે તથા મતદાના એક દિવસ પૂર્વે પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરાતો તથા તેના પ્રિ-સર્ટીફિકેશન અંગે અત્રે જણાવ્યા મુજબ અગત્યની સૂચના જાહેર કરવામાં આવે છે. જે મુજબ કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, સંસ્થા કે કોઈપણ વ્યક્તિ દ્વારા મતદાનના દિવસે કે મતદાનના એક દિવસ પૂર્વે કોઈપણ રાજકીય જાહેરાત પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ કરી શકાશે નહીં. અપવાદ સ્વરૂપે આવી કોઈપણ રાજકીય જહેરાતનું કન્ટેન્ટ રાજ્ય કે જિલ્લાની મીડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી દ્વારા પ્રિ-સર્ટીફાઈડ કરવામાં આવ્યું હોય.
આવી રાજકીય જાહેરાત પ્રસિદ્ધ કરવા માંગતા હોય, તો તેઓએ રાજકીય જાહેરાત પ્રસિદ્ધ તારીખ પૂર્વે ર દિવસ પહેલા સંબંધિત મીડિયા સર્ટીફિકેશન મોનીટરીંગ કમિટીને અરજી કરવાની રહેશે.
રાજ્ય કે જિલ્લાની મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટીએ રાજકીય પક્ષ, ઉમેદવાર કે અન્ય તરફથી મળેલી આવી રાજકીય જાહેરાતોની ચકાસણી કરીને તાત્કાલિક પ્રિ-સર્ટીફિકેશનની કાર્યવાહી હાથ ધરવાની રહેશે તેમજ મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી દ્વારા ઉપર્યુક્ત નિર્ણય અંગેની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તે પણ સુનિશ્ચિત કરવાનું રહેશે.
અત્રે જણાવેલી તમામ સૂચનાઓનું ચૂસ્તપણે પાલન થાય તે રીતે કાર્યવાહી હાથ ધરવા માટે સંયુક્ત મુખ્ય નિર્વાચીન અધિકારી પી.ડી. પલસાણાની સૂચના અનુસાર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જામનગરની યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial