Advertisement
Author: નોબત સમાચાર

ભંગારના વ્યવસાયમાં નુકસાની આવતા નગરના પ્રૌઢની ઝેરી દવા પી આત્મહત્યા

દાતા ગામમાં ઝેરી દવા પી લેનાર યુવાનનું મૃત્યુઃ

જામનગર તા. ૧૩: જામનગરના એક વેપારીને ભંગારના વ્યવસાયમાં નુકસાની આવતા તેઓએ બે સપ્તાહ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. જ્યારે ખંભાળિયાના દાતા ગામમાં સવા મહિના પહેલાં એક યુવાને ઝેરના પારખા કર્યા હતા. તેઓનું પણ મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં હાઉસીંગ બોર્ડના મકાનમાં ૬૧૩ નંબરમાં વસવાટ કરતા બ્રિજેશભાઈ જયંતિલાલ સામાણી નામના લોહાણા પ્રૌઢ ભંગારનો વ્યવસાય કરતા હતા. તે દરમિયાન ધંધામાં નુકસાની જતાં બ્રિજેશભાઈને લાગી આવ્યું હતું.

આ પ્રૌૈઢ ગઈ તા.૨૧ના દિને પોતાના ઘરેથી નીકળી ગયા પછી લાલપુર ધોરીમાર્ગ પર આવેલી દેશી ભાણા નામની હોટલ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કોઈ ઝેરી દવા પી લીધી હતી. બેભાન બનીને ઢળી પડેલા બ્રિજેશભાઈને કોઈએ જોયા પછી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રૌૈઢનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર નિકુંજ સામાણીએ પોલીસને જાણ કરી છે. પંચકોશી-બી ડિવિઝન પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ખંભાળિયા તાલુકાના દાતા ગામમાં રહેતા ભાવકરણભાઈ દુદાભાઈ ગુજરીયા (ઉ.વ.૩૦) નામના યુવાનના મોટાભાઈ જેસુરભાઈ બારેક મહિના પહેલાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. તે પહેલાં પંદરેક વર્ષ અગાઉ તેમના મોટાભાઈ લાલાભાઈ ગુજરીયા અકસ્માતમાં અવસાન પામ્યા હતા. આ વિચારો આવતા રહેતા હોવાના કારણે ગઈ તા.૩ માર્ચની રાત્રે દાતા ગામમાં આવેલા વિજયસિંહ નામના ખેડૂતના ખેતરમાં જઈ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh