Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખબારી અહેવાલોનો પડઘોઃ ચોથી જાગીરનો આભાર
ખંભાળીયા તા. ૧૩: ખંભાળીયા તાલુકાના કર્મચારીઓનો પગાર અખબારી અહેવાલો આવતા જ જમા થઈ ગયો હોવાથી પાલિકામાં આનંદ છવાયો હતો.
ખંભાળીયા નગર પાલિકાને કર્મચારીઓના પગાર માટે ઓકટ્રોય ગ્રાંટમાંથી તથા અન્ય આવકના સ્ત્રોતમાંથી થતા હોય વારંવાર રાજ્ય સરકાર તરફથી ઓકટ્રોય ગ્રાંટ મોડી અપાતા પગાર મોડા થાય છે.
ગત માસે ર૦/રર તારીખે પગાર થયા હતા જે પછી આ માસે ૧૦ તારીખ વીતી જવા છતાં પગારના થતાં આ બાબતે રાજ્ય પાલિકા સફાઈ કર્મચારી મહામંડળના મહામંત્રી તથા જાગૃત કાર્યકર રમેશભાઈ વાઘેલાએ આ બાબતે રજુઆત કરતા તથા ઓકટ્રોય ગ્રાંટ મોડી થાય તો વૈકલ્પિક વ્યવસ્થાથી પગારની માંગ કરી હતી જે અંગેના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થતાંના તુરત જ ગઈકાલે કર્મચારીઓનો પગાર ઓકટ્રોય ગ્રાંટ ના આવી છતાં વૈકલ્પિક વ્યવસ્થાથી થતાં કર્મચારીઓમાં આનંદની લાગણી સાથે 'ચોથી જાગીર'નો આભાર પણ માન્યો હતો.
પાલિકામાં પ્રતિ માસ ઓકટ્રોય ગ્રાંટ જે પગારની આવે છે તે ૪ર લાખ જેટલી આવે છે તેની સામે પગારનો ખર્ચ ૬૦ લાખ જેટલો હોય પગારમાં પણ વધારાના પૈસા નાખવા પડતા હોય કર્મચારીઓના પગારના એરીયર્સ, તફાવત, ઉચ્ચતર પગાર ધોરણ વિગેરે મળવામાં પણ વિલંબ થતો હોય આર્થિક આવક વધે તે માટે પ્રવાસો જરૂરી બન્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial