Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઈન્ટેનન્સના નામે એક માર્ગ બંધ હતોઃ
ઓખા તા. ૧૩: ઓખા બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન બ્રિજ પર ગુરૂવારે યાત્રિકોની એક બસ સામેથી આવતા બાઈક સાથે ટકરાઈ પડતા બે યુવાન ઘવાયા છે. એક તરફનો માર્ગ બંધ કરી મેઈન્ટેનન્સ કાર્યવાહી કરાતી હતી. તેના કારણે રોડ બંધ કરાયો હતો.
ઓખાથી બેટ દ્વારકાને જોડતો સુદર્શન બ્રિજ શરૂ કરાયા પછી ગુરૂવારે સાંજે એક મીની બસ અને બાઈક ટકરાઈ પડતા બાઈક પર જઈ રહેલા બે યુવાન ઘવાયા છે.
આ બ્રિજ તાજેતરમાં જ ખુલ્લો મુકવામાં આવ્યો છે. ગુરૂવારે મેઈન્ટેનન્સની કામગીરી માટે બ્રિજની એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને એક તરફથી જ બંને બાજુના વાહનો પસાર થઈ રહ્યા હતા તેમાં આરજે-૨૭-પીએ ૩૮૬૩ નંબરની યાત્રિકોની બસ તથા જીજે-૩૭-સી ૧૫૭૯ નંબરના બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈકચાલક યુવાનો ફેંકાઈ ગયા હતા. બંનેને સારવાર માટે મીઠાપુર દવાખાને ખસેડવામાં આવ્યા પછી રાત્રે જામનગર લઈ જવામાં આવ્યા હતા. આ બ્રિજ પર નિયમિત રીતે યાત્રિકોની ભાડે ભીડ રહે છે. તેમાં પણ ગુરૂવારે ઈદ હોવા છતાં એક તરફનો માર્ગ બંધ કરી દેવાતા આ અકસ્માત સર્જાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial