Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોદીના બીજા કાર્યકાળમાં નોકરી મળવી બની મુશ્કેલઃ ૬ર ટકા
લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે થવાનું છે. આ પહેલા એક નવો સર્વે સામે આવ્યો છે. સર્વે અનુસાર ભારતીય મતદારોની મુખ્ય ચિંતા વધી રહેલી બેરોજગારી અને મોંઘવારી છે, જો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક મજબૂત નેતા તરીકે અને વિશ્વમાં ભારતનું કદ વધી રહ્યું છે, ત્યારે સતત ત્રીજી વખત કેન્દ્રમાં ભાજપની સરકાર રચાય તેવું લાગી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બીજા કાર્યકાળમાં બેરોજગારીનો દર ૦.પ ટકા વધ્યો (મોદી ર.૦). સર્વેમાં સામેલ ૬ર ટકા લોકોએ કહ્યું કે છેલ્લા પ વર્ષ નોકરીના મામલે મુશ્કેલ હતાં. સર્વુ મુજબ દેશમાં મતદાતાઓ માટે બેરોજગારી અને મોંઘવારી મુખ્ય મુદ્દા છે, પરંતુ તેમ છતાં પીએમ નરેન્દ્રભાઈ મોદી મજબૂત નેતા છે. ભાજપને હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું વધતું કદ મોદીને ત્રીજી વખત સત્તામાં આવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
લોકનીતિ-સીએસડીએસ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણના આધારે એક રાષ્ટ્રીય કક્ષાના અખબારે જણાવ્યું હતું કે, ભારતના ર૮ માંથી ૧૯ રાજ્યોમાં ૧૦,૦૦૦ મતદારોમાંથી ર૭ ટકાની પ્રાથમિક ચિંતા બેરોજગારી હતી, જ્યારે ફૂગાવો ર૩ ટકા સાથે બીજા સ્થાને હતો. સર્વેક્ષણમાં સામેલ લોકોમાંથી લગભગ બે તૃતીયાંશ અથવા ૬ર ટકા લોકોએ કહ્યું કે પીએમ મોદીના વડાપ્રધાન તરીકેના બીજા કાર્યકાળમાં છેલ્લા પાંચ વર્ષમાં નોકરીઓ મેળવવી વધુ મુશ્કેલ બની ગઈ છે. રર ટકા લોકોએ કહ્યું કે તેમને પીએમ મોદીના કાર્યકાળમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ પસંદ આવ્યુ. માત્ર ૮ ટકા લોકોએ કહ્યું કે આ તેમની પ્રાથમિક ચિંતા છે. સર્વેમાં સામે આવ્યું છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, પરંતુ બેરોજગારી અને મોંઘવારી તેના વિકાસમાં અવરોધરૂપ છે. બેરોજગારીનો દર ર૦રર/ર૩ માં વધીને પ.૪ ટકા થયો હતો, જે પીએમ મોદીના સત્તામાં આવ્યા પહેલા ર૦૧૩-૧૪ માં ૪.૯ ટકા હતો. અધિકૃત ડેટા દર્શાવે છે કે નબળી કુશળતા અને ગુણવત્તાયુક્ત નોકરીઓની અછત છે.
પીએમ મોદીએ જાન્યુઆરીમાં રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી લગભગ દરેક ચૂંટણીમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં દેશની જનતાને આ વચન આપતી હતી. સર્વેમાં સામેલ ૪૮ ટકા લોકોએ કહ્યું કે રામ મંદિરના નિર્માણથી હિંદુઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. તે જ સમયે ૭૯ ટકા લોકોએ કહ્યું કે ભારત માત્ર હિંદુઓનું નથી, પરંતુ તમામ ધર્મોના નાગરિકો સમાન છે. સર્વેમાં લોકોને પીએમ મોદીની વિદેશ નીતિ વિષે પણ પૂછવામાં આવ્યું હતું. ગયા વર્ષે જી-ર૦ બેઠકની અધ્યક્ષતા અને નવી દિલ્હીમાં સપ્ટેમ્બરમાં જી-ર૦ નેતઓની યજમાની જેવી મહત્ત્વપૂર્ણ ઘટનાઓથી લોકો આકર્ષાયા હતાં. સર્વેમાં લગભગ ૮ ટકા લોકોએ કહ્યું કે તેઓને ભારતની સાથે આંતરરાષ્ટ્રીય છબિ બનાવવાના સરકારના પ્રયાસો ગમ્યા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial