Advertisement
Author: નોબત સમાચાર

મૂળ ઉત્તરપ્રદેશની દરેડમાં રહેતી શ્રમજીવી મહિલાની જટિલ સર્જરી કરી જીવ બચાવાયો

જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબો દ્વારા

જામનગર તા. ૧૩: દરેડની એક સગર્ભા મહિલાની જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં જટિલ સર્જરી કરવામાં આવી હતી. ડીડીઓ તથા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની ટીમ દ્વારા ભારે સમજાવટ પછી દર્દીનું સફળ ઓપરેશન કરાયું હતું, તો દરેડમાં રહેતી યુપીની શ્રમજીવી મહિલાનો જીવ બચાવાયો હતો.

જામનગર નજીક દરેડની એક સગર્ભા મહિલાની જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં જોખમી સર્જરી કરવામાં આવી હતી, અને એકટ્રોપિક પ્રેગનન્સી એટલે કે ફેલોપ્યન ટ્યુબમા ગર્ભ રહી જવો, જે સર્જરી કરીને માતાનું મરણ અટકાવવામાં આવ્યું હતું, અને આરોગ્ય ટીમ દ્વારા લાભાર્થીને ૪ બોટલ બ્લડની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. મોટાભાગના કિસ્સાઓમાં ઓકટોપિક કેસમાં સમયસર સારવાર કરવામાં ન આવે તો સગર્ભા મૃત્યુ પામે છે, તેથી આ ઓપરેશન પડકારરૂપ હતું. જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડની આરોગ્ય ટીમે માતાનું મરણ થતા અટકાવ્યું હતું.

ફરાનાબેન સબીરભાઈ ખાસબ (ઉંમર ર૪) વર્ષ મૂળ ઉત્તરપ્રદેશના બરેલીના રહેવાસી છે, જે હાલ દરેડ જામનગરમાં મજુરી અર્થે આવેલાં છે. જેઓને તા. પ-૪-ર૪ ના રાત્રે પેટમાં ખૂબ જ દુઃખાવો ઉપડતાં અને રકતસ્ત્રાવ ચાલુ થતાં જી.જી. હોસ્પિટલ જામનગરમાં તપાસ અર્થે લઈ જવાયા હતાં. જ્યાં તપાસ અને સોનોગ્રાફી રીપોર્ટ કરાવતાં જાણવા મળ્યું કે એકટોપિક પ્રેગનન્સી એટલે ફેલોપ્યન ટયુબમાં ગર્ભ છે. માટે સવારે ગાયનેક વિભાગમાં બતાવવા તેમજ ઓપરેશન માટે સમજાવામાં આવ્યું હતું, પરંતુ સવારે દર્દી હોસ્પિટલથી અધુરી માહિતી આપી ચાલ્યા ગયા હતાં. જો ઓપરેશન કરવામાં ન આવે તો થોડા જ કલાકમાં દર્દી સગર્ભાનું મૃત્યુ  થાય તેવી પરિસ્થિતિ હતી, પરંતુ દર્દી માન્યા નહીં, અને હોસ્પિટલ છોડીને ચાલ્યા ગયા હતાં.

હોસ્પિટલ દ્વારા આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા, આરસીએચઓ ડો. નુપુર પ્રસાદ, પીએચએન જયાબેનને જાણ કરવામાં આવી હતી. જેથી જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ દ્વારા તેના પીએ સંજયભાઈ કાચાને આ દર્દીને સમજાવા તેમજ જરૂરી મદદ માટે મોકલ્યા હતાં, અને જામનગર જિલ્લા તાલુકા આરોગ્ય અધિકારી ડો. જીગ્નેશ પટેલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડના મેડિકલ ઓફિસર ડો. પ્રવિણ પટેલ અને એફએચડબ્લ્યુ કાજલબેન રાવલીયાને આ માહિતી આપવામાં આવી હતી, અને આ દર્દીને દરેડમાં શોધવા માટે કહ્યું હતું.

જે દર્દીને શોધવા માટે ૧૦ ટીમો બનાવવામાં આવી હતી, અને દર્દીને શોધી અને દવાખાને લાવવામાં આવ્યા હતાં. દર્દીના ઓપરેશન માટે ફોર્મ ભરી તૈયાર કરવામાં આવ્યા હતાં. પરંતુ દર્દીએ ઓપરેશન નથી કરાવવું, તેવું કહી ત્યાંથી પ્રાલવેટ હોસ્પિટલમાં સોનોગ્રાફી તેમજ અન્ય રીપોર્ટ કરાવવા માટે ચાલ્યા ગયા હતાં. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડના મેડિકલ ઓફિસર ડો. પ્રવિણ પટેલ, એફએચડબ્લ્યુ કાજલબેન રાવલીયા, સીએચઓ ધર્મિષ્ઠા કરંગીયા, ડાકોરા સુજાનાબેન અને દરેડના આશા કાર્યકર જલ્પાબેન અને નર્મદાબેન દ્વારા પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈ ડોકટરને રિપોર્ટ બતાવી દર્દીને અને પરિવારને સમજાવી એમ્બ્યુલન્સમાં જી.જી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. આરસીએચઓ ડો. નુપુર પ્રસાદ, પીએચએન જયાબેન અને જી.જી.હોસ્પિટલના ડોકટરો દ્વારા દર્દીનું કાઉન્સેલિંગ કરી સમજાવી ઓપરેશન માટે ફરી તૈયાર કરાવવામાં આવ્યા હતાં. જે ઓપરેશન માટે ૪ બોટલ બ્લડની જરૂર હોય તેવું કહેવામાં આવ્યું ત્યારે દરેડના મેડિકલ ઓફિસર ડો. પ્રવિણ પટેલ દ્વારા એક બોટલ આપવામાં આવી અને ર બોટલ તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલ દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવી, અને ૧ બોટલ ત્યાં હોસ્પિટલમાં આવેલ જાગૃત નાગરિક દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.

આખરે દર્દીને સાંત્વના આપી સગર્ભા દર્દીનું જી.જી.હોસ્પિટલ ટીમ દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh