Advertisement
Author: નોબત સમાચાર

પૃથ્વી પર ત્રીજા વિશ્વ યુદ્ધનો તોળાતો ખતરોઃ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ભયાનક યુદ્ધના ભણકારા

વિવિધ દેશોએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરીઃ

નવી દિલ્હી તા. ૧૩: ઈઝરાયેલ ર૪-૪૮ કલાકમાં સીધા ઈરાનની ઉપર હુમલાની તૈયારીમાં છે, ત્યારે ભારત સહિત વિવિધ દેશોના વિદેશ ખાતાઓએ પોતાના નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા અપીલ કરી છે. અત્યારે પૃથ્વી પર ત્રીજા યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.

અત્યારે સમગ્ર વિશ્વમાં યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈઝરાયેલ, અમેરિકા, ઈરાન, રશિયા જેવા શક્તિશાળી દેશો અન્ય દેશોને યુદ્ધની ધમકીઓ પણ આપી રહ્યા છે. પૃથ્વી જાણે યુદ્ધના ભય સાથે ફરી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે છાસવારે યુદ્ધના સમાચાર મળી રહ્યા છે. પહેલા આફઘાનિસ્તાન અને તાલીબાન પછી રશિયા અને યુક્રેન ત્યારપછી ઈઝરાયેલ અને ગાજા-હમાસ, જ્યારે અત્યારે અન્ય દેશ પણ આમાં સામેલ થઈ રહ્યા છે. નોંધનીય છે કે, ઈઝરાયેલ પર ઈરાને હુમલો કર્યો તો અમેરિકાએ ચેતવણી આપી હતી. આથી પૃથ્વી પર ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.

બ્રિટિશ વિદેશ કાર્યાલયે ઈઝરાયેલમાં રહેતા બ્રિટિશ નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવાની અપીલ કરી છે. તે જ સમયે ફ્રાન્સે તેના નાગરિકોને ઈરાન અને ઈઝરાયેલની મુસાફરીથી દૂર રહેવા કહ્યું છે અને તેહરાનમાં ફ્રેન્ચ રાજદ્વારીઓના પરિવારોને ફ્રાન્સ પરત મોકલવામાં આવ્યા છે. મધ્ય પૂર્વમાં ભારે તણાવને જોતા ફ્રાન્સે પોતાના નાગરિકોને ઈઝરાયેલ, ઈરાન અને લેબનોનથી દૂર રહેવાની સલાહ આપી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઈરાન સાથેના યુદ્ધના જોખમનું મૂલ્યાંકન કરવા વરિષ્ઠ સેનાના જનરલો સાથે બેઠક કરશે.

અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી છે કે, ઈઝરાયેલ અને અમેરિકી સ્થાનો પર હુમલો ના કરે. તો ઈઝરાયેલ ર૪-૪૮ કલાકમાં સીધા ઈરાની હુમલાની તૈયારી કરી રહ્યું છે. તેહરાન દક્ષિણ અથવા ઉત્તર ઈઝરાયેલને નિશાન બનાવવાની આશા રાખે છે. યુએસ એમ્બેસીએ તેના કર્મચારીઓને આગળની સૂચના સુધી મધ્ય ઈઝરાયેલ જેરૂસલેમ અથવા બુરશુબાની બહાર મુસાફરી ન કરવા જણાવ્યું છે. અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી તે પછી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

આ અંગે જ્યારે અમેરિકા પ્રમુખને ઈરાનના ઈરાદાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે જો બાઈડેને જણાવ્યું કે અમેરિકા ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત બાઈડેને વધુમાં જણાવ્યું કે તેમને આશંકા છે કે હુમલો ટૂંક સમયમાં થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, ઈઝરાયેલ અને ઈરાન વચચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે હુમલામાં સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટની ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી. ઈરાને આ હુમલા મો ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું, જેમાં તેનો એક સૈન્ય કમાન્ડર અને છ અધિકારીઓ માર્યા ગયા હતાં. ઈરાન ઈઝરાયેલ પર સીધો હુમલો કરે તેવી શક્યતા નથી. તે હુમલા કરવા માટે લેબનોનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુથી જેવા સંગઠનોનો ઉપયોગ કરી શકે છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, 'અમે સંરક્ષણ અને હુમલા બન્નેમાં ઈઝરાયેલની સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવાની તૈયારી કરી રહ્યા છીએ.'

ભારતીય વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી

ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયની એડવાઈઝરી મુજબ ભારતીયોને આગળની સૂચના ન મળે ત્યાં સુધી ઈરાન અને ઈઝરાયેલની મુસાફરી ટાળવા જણાવ્યું હતું. આ ઉપરાંત જેઓ હાલમાં ઈરાન અથવા ઈઝરાયેલમાં રહે છે તેઓ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવે. તેઓ સુરક્ષાને લઈને ખૂબ કાળજી રાખે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh