Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૫,૦૦,૦૦૦ના ચેક પરત કેસમાં ૧૨ મહિનાની કેદઃ
જામનગર તા. ૧૩: જામનગરના એક આસામીએ રૃા.૫,૦૦,૦૦૦ના ચેક પરતની કરેલી ફરિયાદમાં આરોપીને ૧૨ મહિનાની કેદ ફટકારાઈ છે. જ્યારે કેન્સલ થયેલા પ્લોટના સોદા સામે રૃા.૧,૫૦,૦૦૦નો ચેક અપાયા પછી પરત થયાના કેસમાં એક વર્ષની કેદની સજા આપવામાં આવી છે.
ઓખાની નવીનગરીમાં રહેતા વિનોદ ગોકલભાઈ તાવડીવાળાએ જામનગરના આસિફ ઈબ્રાહીમ સમા પાસેથી ધંધા માટે રૃા.૫,૦૦,૦૦૦ ઉછીના મેળવી પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાં જમા કરાવાતા અપૂરતા નાણા ભંડોળના કારણે ચેક પરત ફર્યાે હતો. નોટીસ પાઠવ્યા પછી વિનોદ તાવડીવાળા સામે જામનગરની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી વિનોદ તાવડીવાલાને તક્સીરવાન ઠરાવી ૧૨ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે હતો. દંડ ભરવામાં ન આવે તો વધુ ચાર મહિનાની સજા અપાઈ છે. ફરિયાદી તરફથી વકીલ વાલજી એલ. જોડ રોકાયા હતા.
જામનગરના અર્ચના ઉપાધ્યાય નામના મહિલાએ રામ ડેવલોપર્સ નામની ભાગીદારી પેઢીના બિલ્ડર સાથે પ્લોટ ખરીદવા સોદો કર્યાે હતો. પછી તે સોદો રદ્દ થતાં અર્ચનાબેને ચૂકવેલી રૃા.૧,૫૦,૦૦૦ની રકમ પરત આપવા ચેક અપાયો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ચાંદનીબેન પોપટ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial