Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં માતાએ માર મારતા ઘવાયેલી પુત્રીને જામનગર ખસેડાઈ

રોડ પરથી મળ્યો ઈજાગ્રસ્ત યુવાનઃ

જામનગર તા. ૧૩: ખંભાળિયાના વાલ્મિકીવાસમાં રહેતા એક પરિવારની તરૂણ પુત્રીને માતાએ ઢોરમાર મારતા આ તરૂણીને સારવાર માટે જામનગર ખસેડવામાં આવી છે. ખંભાળિયામાં રસ્તા પરથી એક ઈજાગ્રસ્ત યુવાન મળી આવતા સારવારમાં લઈ જવામાં આવ્યો છે.

ખંભાળિયાના વાલ્મિકી વાસમાં રહેતા એક પરિવારની ૧૪ વર્ષની પુત્રીને કોઈ કારણથી ગઈકાલે તેની માતાએ માર માર્યાે હતો અને ગુસ્સાના આવેગમાં આ તરૂણીનું માથું દીવાલમાં અફળાવ્યું હતું. માથામાં ગંભીર ઈજા પામેલી આ તરૂણીને સારવાર માટે ખંભાળિયા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર લઈ જવાઈ છે.

ગઈકાલે ખંભાળિયા શહેરમાં એક રોડ પરથી ઈજા પામેલો યુવાન મળી આવ્યો હતો. કોઈએ ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. ઈજાગ્રસ્તને સારવારમાં લઈ જવાયો છે. જાણવા મળ્યા મુજબ આ યુવાનને કોઈ યુવતીના કારણે યુવતીના સગાઓએ માર માર્યાે છે. બનાવની પોલીસને જાણ કરવાની તજવીજ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh