Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગામમાંથી સીમમાં બાવળના કારણે રસ્તા બંધ થયાઃ
ખંભાળીયા તા. ૧૩: ખંભાળીયા તાલુકાના ગોઈંજ ગામે વન વિભાગની માલિકીના રે.સ.નં. ૩૧૮ વાળી જગ્યામાં આવેલ તવાળને ઉંડુ ઉતારવા તથા તળાવની નજીક ઉગી ગયેલા ગાંડા બાવળના જંગલને દૂર કરવા માટે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વન વિભાગ તથા ઈજનેરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
૬૦/૪૦ ના કામમાં આ કામ લેવાય તો લોક ભાગીદારીથી આ કામ થઈ શકે તેમ છે. ગોઈંજ ગામ દરીયા કાંઠાની નજીક હોય આ મીઠા પાણીના તળાવમાં પાણી ભરાય તો મીઠા પાણીના તળ ઉંચા આવે, પાણીમાં ખારાશનું પ્રમાણ ઘટે તથા વન્યજીવો પશુઓને પણ પીવામાં ઉપયોગી થાય તેમ છે.
ગામમાંથી સીમમાં જતાં રસ્તાની બન્ને બાજુ મોટા પ્રમાણમાં ગાંડા બાવળ ઉગી ગયા હોય કેટલાક સ્થળે તો લોકો પુઓને જવાના રસ્તા પણ બંધ થઈ ગયા હોય જો જંગલખાતું મંજુરી આપે તો ગ્રામ પંચાયત દ્વારા આ કામ થઈ શકે તેમ હોય મંજુરી આપવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial