Advertisement
Author: નોબત સમાચાર

ચોરેલા બાઈકના સ્પેરપાર્ટસ સાથે બેલડી ઝબ્બે

જામનગર તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાગા ગામમાં પંદરેક દિવસ પહેલાં થયેલી વાહનચોરીનો ભેદ ઉકેલી એલસીબીએ ટુ વ્હીલરના સ્પેરપાર્ટસ સાથે ભરાણા ગામના બે શખ્સને પકડી પાડ્યા છે. આરોપીઓ બાઈક રેસીંગના શોખીન હોવાનું ખૂલ્યું છે.

કલ્યાણપુરના ગાગા ગામમાંથી બે સપ્તાહ પૂર્વે બાઈકની ચોરી થઈ હતી. તેની તપાસ શરૂ થયા પછી એલસીબીનો સ્ટાફ પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી તપાસમાં હતો. જેમાં પીએસઆઈ બી.એમ. દેવમુરારીના વડપણ હેઠળની પોલીસ ટીમે ભરાણા ગામના સાદીક સલીમ ભટ્ટી, હુસેન અકબર ગંઢા નામના બે શખ્સને પકડી લીધા હતા.

બંનેની પૂછપરછ કરાતા આ શખ્સોએ બાઈક ચોર્યાની અને તેના સ્પેરપાર્ટસ છૂટા કરી સાદીકના ઘરે સંતાડી દીધાની કબૂલાત આપી છે. એલસીબીએ એન્જીન, બે વ્હીલ, ટાંકી, સીટ, સાયલેન્સર સહિતનો મુદ્દામાલ કબજે કરી લીધો છે. આ વાહનના નંબર જીજે-૧૦-એજે ૭૭૬ હોવાનું ખૂલ્યું છે. બંને આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh