Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં રસ્તે રઝળતા શ્વાનનો વધતો ત્રાસઃ
જામનગર તા. ૧૩: ભાણવડ તાલુકાના જામપર ગામમાં પાંચથી છ લોકોને શ્વાને બટકા ભરી લેતા દોડધામ મચી જવા પામી હતી. બીજી તરફ ભાણવડના સરકારી દવાખાનામાં જરૂરી રસી નહીં હોવાથી તમામને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રસ્તે રઝળતા શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. તાજેતરમાં ભાણવડના રૂપામોરા ગામમાં બાળકીને શ્વાને ફાડી ખાતા તેણીએ જીવ ગુમાવ્યો હતો ત્યાં જ ભાણવડ તાલુકાના જામપર ગામમાં રસ્તે રઝળતા શ્વાને પાંચથી છ લોકોને બટકા ભરી લેતા દોડધામ થઈ જવા પામી હતી.
જામપર ગામના વિજુબેન અરજણભાઈ, કવિબેન લામકા, આયુષ લામકા, કંચનબેન અને નાથાભાઈને ગઈકાલે શુક્રવારે રખડતા શ્વાને બટકા ભરી લીધા હતાં. આથી વારા ફરતી તમામને સારવાર માટે ભાણવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં, જો કે ત્યાં હડકાવા વિરોધી રસી ઉપલબધ નહીં હોવાથી તમામને ખાનગી દવાખાને લઈ જવાની ફરજ પડી હતી.
બીજી તરફ ગ્રામજનોમાં ભય ફેલાયો છે અને સાવચેતીના ભાગ રૂપે ગામની શાળાનો દરવાજો બંધ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial