Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય સેનાએ શેર કર્યો દિલધડક વીડિયોઃ
નવી દિલ્હી તા. ૧૩: ભારતીય સેનાએ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર લદ્દાખના સિયાચીન ગ્લેશિયરમાં ઓપરેશન મેઘદૂતના ૪૦ વર્ષ પૂરા થવા પર એક દીલધડક વીડિયો શેર કર્યો છે. ભારતીય સેનાએ સૌથી ઊંચા બરફીલા શિખર સિયાચીન પર તિરંગો ફરકાવ્યો હતો. વર્ષ ૧૯૮૩ માં પાકિસ્તાન સિયાચીન શિખર પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતે પીએન હુનના નેતૃત્વમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી. સિયાચીન પર કબજો કરવા માટે ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂત હાથ ધર્યું હતું.
પાકિસ્તાન ૧૯૮૩ માં સિયાચીન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, જો કે સિયાચીનને લઈને વિવાદ વિભાજનના સમયથી ચાલી રહ્યો હતો. કાશ્મ્રને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજનના સમયથી જ વિવાદ ચાલી રહ્યો હતો. ૧૯૪૯ માં સરહદ રેખા પર બન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. આ સંબંધમાં ૧૯૪૯ માં કરાચી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. ભારત અને પાકિસ્તાનના સુદૈર પૂર્વિય ભાગમાં સરહદ રેખા દોરવામાં આવી ન હતી. એનજે ૯૮૪ર આ વિસ્તારમાં છેલ્લું બિંદુ હતું. આનાથી આગળ ન તો વસતિ હતી અને ન તો અહીં પહોંચવું સરળ હતી. તે સમયે સેનાના અધિકારીઓને વિશ્વાસ ન હતો કે એનજે ૯૮૪ર થી આગળ કોઈ સૈન્ય વિવાદ થઈ શકે છે. શિમલા સમજુતીમાં પણ એનજે ૯૮૪ર થી આગળની સરહદની ચર્ચા કરવામાં આવી ન હતી. ગ્લેશિયરોશી ભરેલા એ વિસ્તારમાં જવાનો કોઈ વિચાર પણ ન કરી શકે.
વર્ષ ૧૯૮૩ માં ભારતીય ગુપ્તચર એજન્સીએ અહેવાલ આપ્યો કે પાકિસ્તાની સેના સિયાચીન પર કબજો કરવાની તૈયારી કરી રહી છે. પાકિસ્તાની સેનાએ સિયાચીનમાં તૈનાત માટે યુરોપથી શિયાળાના ગરમ કપડાનો મોટો ઓર્ડર આપ્યો હતો. આ બધું સિયાચીનમાં સૈનિકોની તૈનાતીને લઈને કરવામાં આવી રહ્યું હતું. ભારતીય સેનાએ આ માહિતીના આધારે નક્કર કાર્યવાહી કરવાની યોજના બનાવી. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સેનાને આ હિલચાલની પરવાનગી આપી હતી.
સિયાચીનને પાકિસ્તાન દ્વારા કબજે ન થાય તે માટે ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું હતું. લેફ્ટનન્ટ જનરલ પીએન હૂને આ ઓપરેશનની જવાબદારી સોંપવામાં આવી હતી. ૧૩ એપ્રિલ ૧૯૮૪ ના ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂત પર કામ શરૂ કર્યું. ખાસ વાત એ છે કે, આના એક દિવસ પહેલા એટલે કે ૧ર એપ્રિલે સિયાચીન જેવા ગ્લેશિયરથી ઢંકાયેલા વિસ્તારમાં સૈનિકો દ્વારા પહેરવા માટેના કપડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વના સૌથી ઊંચા શિખરને કબજે કરવા માટે આ એક ઐતિહસિક યુદ્ધ હતું.
ભારત માટે મુશ્કેલી એ હતી કે સિયાચીન ભારતની બાજુથી ઊંચું ચઢાણ હતું. જ્યારે સિયાચીનની ઊંચાઈ પાકિસ્તાન તરફથી ઓછી હતી. પીએન હુનના નેતૃત્વમાં ભારતીય સેનાએ સિયાનીની કડકડતી ઠંડીમાં પણ પાકિસ્તાની સેનાને હરાવી હતી.
ભારતે સિયાચીન કબજે કરવામાં ગુપ્તચર એજન્સીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી કે ૧૭ એપ્રિલ ૧૯૮૪ ના પાકિસ્તાન સિયાચીન પર કબજો કરવા માટે હુમલો કરશે. તે પહેલા ભારતીય સેનાએ ૧૩ મી એપ્રિલે સિયાચીન પર કબજો કરવા માટે યુદ્ધ શરૂ કર્યું હતું. જો પાકિસ્તાની સેનાએ સિયાચીન પર કબજો કર્યો હોત તો ભારતીય સેના માટે તેને પાછું મેળવવું મુશ્કેલ હતું, પરંતુ આવું થાય તે પહેલા ભારતીય સેનાએ ત્યાં તિરંગો ફરકાવ્યો. માઈનસ પ૦ થી ૬૦ ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ ભારતીય સેનાના બહાદુરોએ અડગ રહીને સિયાચીન શિખર જીતી લીધું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial