Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં હથિયારબંધી

આગામી તહેવારોને અનુલક્ષીને કરાઈઃ

જામનગર તા. ૧૩: આગામી દિવસોમાં રામનવમી, આંબેડકર જયંતી, મહાવીર જયંતી જેવા તહેવાર તેમજ લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ યોજાનાર હોય જેને ધ્યાને લેતા જામનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી તા. ૯-પ-ર૪ સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવી છે.

આ સમયગાળા સુધી કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર,ભાલા, ધોકા, છરી, લાકડી લાઠી તેમજ શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારના સાધન, કોઈપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો પથ્થર અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળા દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સુત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું, પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલમાં પ્રવેશ કરવો. આવી તમામ પ્રવૃત્તિઓ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવેલ છે.

આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯પ૧ ની કલમ ૧૩પ (૧) મુજબ દંડની સજા, ઓછામાં ઓછા ૪ મહિનાની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે. આ જાહેરનામું ફરજ પરના હાજર અધિકારીઓ, કર્મચારીઓ, હોમ ગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો જેઓને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, શારીરિક અશક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય, પોલીસ સબ ઈન્સ્પેકટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓ, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલા હોય, પોલીસ અધિક્ષક અથવા તેમણે નિયુકત કરેલા અધિકારીઓની કાયદેસરની પરવાનગી મેળવેલી હોય અને કિરપાણ રાખેલા શીખને લાગુ પડશે નહીં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh