Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પરિભ્રમણ તથા એસેન્ટ્રેક એડવેન્ચર્સ દ્વારા હેરીટેજ વોક યોજાશે

વિશ્વ હેરીટેજ દિવસની ઉજવણી અંતર્ગત

જામનગર તા. ૧૩: પરિભ્રમણ અને એસેન્ટ્રેક એડવેન્ચર્સ-જામનગરના સંયુકત ઉપક્રમે વિશ્વ હેરીટેજ ડે ની ઉજવણીના ભાગરૂપે તા. ૧૭-૪ ને બુધવારે જામનગરના ઐતિહાસિક સ્થળોની માહિતી મેળવવા માટે નિઃશુલ્ક હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાત લીધેલ સ્થળો અંગે પ્રશ્નો પુછવામાં આવશે. જેમાં વિજેતા બનનારને ઈનામ આપવામાં આવશે. કોઈ પણ ઉંમરના લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે.

હેરિટેજ વોકમાં જોડાવા માંગતા લોકોએ તા. ૧૭ ના સવારે ૭ વાગ્યે ક્રિકેટ બંગલા પાસે આવેલ ક્રિકેટર વિનુ માંકડના સ્ટેચ્યુ પાસે પોતાના વાહન સાથે ઉપસ્થિત રહેવું. આ હેરીટેજ વોકમાં ક્રિકેટ બંગલાથી પંચેશ્વર ટાવર સુધીમાં આવતા દસેક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે કિરીટભાઈ શાહ મો. ૯૪ર૬૯ ૧૬૬૮૧ અથવા સુજલબેન છેડા મો. ૮૦૦૦૭ ૭૭ર૮ર નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh