Advertisement
Author: નોબત સમાચાર

હાપા અને નાહરલગુન વચ્ચે રેલવે તંત્ર દ્વારા ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

આવતીકાલથી સ્પે. ટ્રેનનું બુકીંગ શરૂ થશે

રાજકોટ તા. ૧૩: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ હાપા અને નાહરલગુન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

જેમાં ટ્રેન નંબર ૦૯પરપ હાપા-નાહરલગુન સ્પેશિયલ હાપાથી દર બુધવારે ૦૦.૪૦ કલાકે ઉપડશે અને શુક્રવારે ૧૬ કલાકે નાહરલગુન પહોંચશે. આ ટ્રેન ૧૭ એપ્રિલ ર૦ર૪ થી ર૬ જૂન ર૦ર૪ સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર ૦૯પર૬ નાહરલગુન-હાપા સ્પેશિયલ દર શનિવારે નાહરલગુનથી ૧૦ કલાકે ઉપડશે અને મંગળવારે ૦૦-૩૦ કલાકે હાપા પહોંચશે. આ ટ્રેન ર૦ એપ્રિલ ર૦ર૪ થી ર૯ જૂન ર૦ર૪ સુધી ચાલશે.

આ ટ્રેન બન્ને દિશામાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મકસી, શાજાપુર, બિયાવરા-રાજગઢ, રૂઠીયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, ઈટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજમાં જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, હાજીપુર, શાહપુર પટોરી, બરૌની, બેગુસરાઈ, ખગરિયા, નૌગાચિયા, કટિહાર, બારસોઈ, કિશનગંજ, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ કૂચ બિહાર, કોકરાઝાર, ન્યૂ બોગાઈગાંવ, બારપેટા રોડ, રંગિયા, ઉદલગુડી, ન્યૂ મિસામારી, રંગપારા ઉત્તર અને હરમુતી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ર-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh