Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શીખ-સિંધી સમાજ સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયાઃ ગુરૂગ્રંથ સાહેબને માથુ ટેકવ્યું
જામનગરના ગુરૂદ્વારા ગુરૂ સિંઘ સભામાં વૈશાખી પર્વની હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવી રહી છે. ગુરૂદ્વારામાં સવારે સેજ પાઠ સાહેબની સમાપ્તિ અને ત્યારપછી રાજસ્થાનના ગંગાનગરના પ્રખ્યાત જ્ઞાની દિલીપસિંઘજી દ્વારા કથાનું અને શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભકતોએ ગુરૂગ્રંથ સાહેબને પ્રાર્થના કરી માથા ટેકીને ધન્ય થયા હતાં. પંજાબના આનંદપુર સાહેબ દ્વારા ખાલસા પંથની સ્થાપના થઈ હતી અને વૈશાખીના દિવસથી પંજાબના ખેડૂત પોતાના ખેતરોમાં ઘઉં લણવાની શરૂઆત કરવામાં આવે છે અને ખેડૂત ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે દેશના ખેડૂતનું આ વર્ષ ખૂબ જ સારું જાય, ત્યારબાદ ગુરૂકા લંગર, પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ત્યારે જામનગરમાં પણ આ પર્વ પર ગુરૂદ્વારામાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial