Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા બત્રીસ વર્ષથી પરંપરાગત રીતે થાય છે આયોજન
જામનગરના ભેડીયાવાળી ખોડીયાર મિત્ર મંડળ દ્વારા જામનગરથી માટેલ સુધી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા સંઘનું પ્રસ્થાન પંચેશ્વર ટાવર પાસેથી કરવામાં આવ્યું હતું. પ્રસ્થાન પૂર્વે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારપછી જામનગરના અગ્રણીઓ દ્વારા તેને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી 'નોબત' પરિવારના ચેતનભાઈ માધવાણી, મનપા સ્થાયી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ કગથરા, પૂર્વ મંત્રી હુકભાના પુત્ર જગદીશસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી બિલ્ડર ભાવેશભાઈ ગાગીયા (બાદશાહભાઈ) વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ આયોજન છેલ્લા બત્રીસ વર્ષથી પરંપરાગત રીતે થતું રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial