Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮ એપ્રિલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનઃ
જામનગર તા. ૧૩: અયોધ્યામાં શ્રી રામચંદ્રજી ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગયેલ હોય ત્યારે રઘુવંશી સમાજમાં ખુશાલીનો અનેરો થનગનાટ વ્યાપેલ છે અને આ તકે આગામી ચૈત્ર સુદ ૯, બુધવાર, તા. ૧૭-૪-ર૦ર૪ ના રઘુવંશી સમાજ દ્વારા પરમકૃપાળુ માર્યાદ પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની અસીમ કૃપાથી તેમજ સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાના આશિષથી ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ (રામનવમી) પરંપરાગત રીતે ઉજવવા શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા આયોજીત તથા શરદકુમાર કલ્યાણજી વસંત, શ્રીમતી જયશ્રીબેન શરદકુમાર વસંત તથા કિંજન શરદકુમાર વસંતના સહયોગથી રામનવમીના પારણા અંતર્ગત ચૈત્ર સુદ ૧૦, ગુરુવાર, તા. ૧૮-૪-ર૦ર૪ ના 'લોહાણા જ્ઞાતિ સમૂહો ભોજન (નાત)'નું આયોજન સુનિશ્ચિત કરવામાં આવેલ છે. આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રામનવમીના દિવસે તા. ૧૭ એપ્રિલ ને બુધવારના સવારે ૭-૩૦ કલાકે લીમડાલાઈન, જામનગરમાં આવેલ પાંજરાપોળમાં ગૌ માતાને ઘાસ વિસ્તરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
તા. ૧૮ એપ્રિલ ને ગુરુવારના સાંજે ૬ થી ૭ કલાકે શારશ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું સમૂહ ભોજન તેમજ સાંજના ૭ થી ૧૦ વાગ્યા સુધી 'અયોધ્યાનગરી' એમ.પી. શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગરમાં રઘુવંશી સમાજનું-જ્ઞાતિ ભોજન (નાત) યોજવામાં આવેલ છે. જેમાં લોહાણા જ્ઞાતિના સ્વયંસેવક ભાઈઓ તથા બહેનોને સમૂહ જ્ઞાતિ ભોજન (નાત) માં સેવા કાર્યની ફાળવણી સાંજે ૪ કલાકે કરવામાં આવશે. તદ્ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ તા. ૧૮-૪-ર૦ર૪ ના સાંજે ૪ થી ૯ દરમિયાન સમૂહ જ્ઞાતિભોજનના સ્થળે રાખવામાં આવ્યો છે.
આ તમામ કાર્યક્રમો દબદબાભેર ઉજવવા શ્રી રામચંદ્ર પ્રાગટ્ય મહોત્સવ સમિતિના સદસ્યો જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી (સાબુવારા), મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતિયા, અતુલભાઈ પોપટ, મધુભાઈ પાબારી, રાજુભાઈ હિંડોચા, મનિષભાઈ તન્નાના નેજા હેઠળ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તમામ કાર્યક્રમોમાં સમસ્ત લોહાણા સમાજને પરિવાર સહિત ઉપસ્થિત રહેવા શ્રી રામચંદ્ર પ્રાગટ્ય સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે તેમજ લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન પ્રસંગે બપોર પછી રઘુવંશી વેપારીઓ-વ્યવસાયકારોને પોતાના ધંધા-વ્યવસાયમાં રજા રાખી ઉત્સવમાં જોડાવવા સમિતિએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial