Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને
જામનગર તા. રરઃ જામનગર જિલ્લામાં યોગ અને ખેલ-કૂદને પ્રોત્સાહન મળી રહે તેમજ નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે હેતુથી જામનગરમાં સ્થિત લીલાવતી નેચર કયોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર લાખાબાવળમાં જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ત્રિ-દિવસીય યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં યોગ સાધકોને શિબિરને અનુરૂપ માહિતી વી.પી. જાડેજાએ આપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આ યોગની તાલીમ જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં તમામ નાગરિકો બહોળી સંખ્યામાં ભાગ લે અને આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓથી લાભાન્વિત બને તેમ તેમણે જણાવ્યું હતું.
ઉપરાંત, જામનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા અને સીડીએચઓ શ્રી ડો. પી.એન.કન્નરે વર્તમાન સમયમાં યોગના મહત્ત્વ અને વિવિધ રોગો સામે યોગથી થતા ફાયદા વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ આઈ.સી. ઓફિસર મોદીએ કરી હતી.
આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી મનીષાબેન કણઝારિયા, જિલ્લા કક્ષાની યોગ ટ્રેઈનીંગ ટીમમાંથી ડો. સાગર માંડવીયા, ડી.પી.સી. યજ્ઞેશ ખારેચા, ગરિમા દવે, યોગ સાધનો અને બહોળી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial