Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રવિવાર તથા સોમવારના દિવસો ભારે રહ્યાઃ
જામનગર તા. ૩૦ઃ ધ્રોલમાં રવિ તથા સોમવારના દિવસોમાં વારાફરતી ત્રણ વ્યક્તિના હૃદયરોગના હુમલા આવી જતાં મૃત્યુ નિપજ્યા છે.
ધ્રોલ શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નજીક રહેતા પૂર્વ નાયબ મામલતદાર દેવશીભાઈ વેલજીભાઈ પરમાર (ઉ.વ.૭૪) નામના વૃદ્ધ રવિવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તેઓને જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ વૃદ્ધનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
ધ્રોલના ફૂલવાડી રોડ પર વસવાટ કરતા નાજાભાઈ નાથાભાઈ ચૌહાણ નામના પંચાવન વર્ષના પ્રૌઢને રવિવારે રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી ધ્રોલ દવાખાને લઈ જવાયા હતા જ્યાં તેઓનું નિધન થયું છે.
ધ્રોલના જ ફતેપુરા વિસ્તારમાં રહેતા અજીઝભાઈ હાજી રઝાકભાઈ ડોસાણી (ઉ.વ.૪૮) નામના યુવાનને સોમવારે સવારે હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવી ગયો હતો. બે દિવસમાં ધ્રોલ શહેરમાં ત્રણ વ્યક્તિના હૃદય રોગના હુમલાથી મૃત્યુ થતાં અરેરાટી પ્રસરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial