Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય સમસ્યાના ઉકેલ માટે
ખંભાળીયા તા. ૩૦ઃ ખંભાળીયામાં જિલ્લા ટ્રાફિક પીઆઈ ઈન્ચાર્જ તરીકે નિમાયેલ મહિલા અધિકારી વી.એમ. સોલંકી, પોસઈ જાડેજા દ્વારા તપાસ કરતા ખંભાળીયામાં ચાર રસ્તા ટ્રાફિક પોલીસ સ્ટેશન પાસે, વિજય સિનેમા રોડ, તેલી નદી પૂલ, જડેશ્વર રોડ વિગેરે વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા વારંવાર થતી હોય તથા રેંકડીવાળા, પાથરણાવાળાનો પ્રશ્ન હોય આ નાના ધંધાર્થીઓનો ધંધો પણ ના બગડે અને તેમને કાયમી હેરાનગતિ ના થાય તેવી રીતે જગ્યા મળે એવું આયોજન કરવામાં આવ્યું છે.
પાલિકાના અધિકારીઓ ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, બાંધકામ ઈજનેર એન.આર. નંદાણીયા, સેને. ઈન્સે. સંજયભાઈ કરમુર વિગેરે તથા અગ્રણીઓ જગુભાઈ રાયચુરા, હિતેન્દ્રભાઈ આચાર્ય, કિશોરભાઈ દત્તાણી, રાકેશભાઈ રાજા, મીલનભાઈ ફોટોગ્રાફર, વિમલભાઈ ઠકકર, સાથે ચર્ચા કરીને પાલિકા સાથે સંકલન કરીને આ તમામ વિસ્તારોમાં બેસતા પાથરણાવાળા, જુના કપડા વાળા તથા રેંકડીવાળાઓ માટે તેલી નદી પાસે પાર્કીંગની નજીકની જગ્યા ફાળવીને આ વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ કર્યો છે.આ ઉપરાંત ખંભાળીયા નગરગેઈટથી ચાર રસ્તા સુધીના શાક બકાલાવાળાઓને શાકમાર્કેટમાં ગાલા ૧૦૦ ઉપરાંત અપાયા હોય ત્યાં જગ્યા પર શાક બકાલું વેચાય જેથી રસ્તાની બન્ને બાજુ ગીરદી તથા ટ્રાફિક ના થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial