Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેબોરેટરીમાં પરીક્ષણ થતા ચાલાકીપૂર્વક વીજ ચોરી પૂરવાર થતાં
જામનગર તા. ૩૦ઃ જામનગરની પીજીવીસીએલની લેબોરેટરીમાં વીજ ચેકીંગ દરમિયાન ત્રણ વીજ મીટરોમાંથી વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. એક વીજ ગ્રાહક દ્વારા તો સર્કિટના ડેટા ન મળે તે રીતે સર્કિટને બાળી નાખી વીજ ચોરી કરવામાં આવતી હતી. ત્રણેય વીજ ગ્રાહકોને ૧,૪૦,૦૦૦ ના વીજચોરીના પુરવણી બીલો અપાયા હતાં.
જામનગર પીજીવીસીએલની કચેરીના લેબોરેટરી વિભાગમાં વીજ ચેકીંગ દરમિયાન એકીસાથે ત્રણ વીજ મીટરોમાં વીજ ગ્રાહકો દ્વારા વીજ ચોરી થતી હોવાનું ચકાસણી દરમિયાન સામે આવ્યું હતું અને ત્રણેય વીજ ગ્રાહકોને ૧,૪૦,૦૦૦ ના વીજ ચોરીના પુરવણી બીલો અપાયા છે, જેમાં એક વીજગ્રાહક દ્વારા તો મીટરના સીલ તોડી અંદર રહેલી વીજસર્કિટને બાળી નાખી કોઈ ડેટા પ્રાપ્ત ન થાય, તે રીતે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
પી.જી.વી.સી.એલ. જામનગર શહેર-૧ વિભાગની લેબોરેટરીમાં વીજ મીટર તપાસણી અંગેની કામગીરી સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના નાયબ ઈજનેર અજય પરમાર તથા લેબ નાયબ ઈજનેર ડી.એન. ચોપડા દ્વારા કરવામાં આવી હતી. જે દરમિયાન ત્રણ વીજ મીટરોમાં વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું.
જેમાંથી એક વીજ મીટરમાં અનોખા પ્રકારની વીજચોરી ધ્યાને આવી હતી. લેબોરેટરીમાં એક ગ્રાહકનું વીજ મીટર જ્યારે ખોલવામાં આવ્યું, ત્યારે મીટર સાથેના દરેક સિલોના વાયર કાપીને ફરી ખબર ન પડે એ રીતે ચોટાડેલા હતાં તથા વધુ પરીક્ષણ કરતા મીટરના ટોપ કવરને ખોલીને અંદરના સર્કિટમાંથી ડિસ્પ્લેનો વાયર કાપી નાખવામાં આવ્યો હતો અને મીટરનો એમ.આર.આઈ. ડેટા ના મળે તેવી રીતે સર્કિટને બાળી નાખવામાં આવેલ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને ત્યારપછી આ ટોપ કવર ફરી ફીટ કરી વીજ ચોરી થતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જે બાબતે આ ગ્રાહક (કોઠારી કન્સ્ટ્રક્શન) ના વપરાશકર્તા (હેમાલીબેન વિરલભાઈ ગોહિલ, રહે. ધરા એપાર્ટમેન્ટ, હાલાર હાઉસ, સ્વામિનારાયણનગર) ને વીજ અધિનિયમની કલમ ૧૩પ હેઠળ રૂા. ૧,૦૬,૭પપ નું દંડનીય બીલ ઈસ્યુ કરી વીજ ચોરીની એફ.આઈ.આર. જી.યુ.વીએનએલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે વીજચોરીના કિસ્સાઓમાં અનુક્રમે રૂા. ૧૮,૭૮ર તથા રૂા. ૧૭,૦૯૧ ના દંડના બીલ ઈસ્યુ કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial