Advertisement
Author: નોબત સમાચાર

માનવ મસ્તિષ્કમાં ચિપ ઈમ્પ્લાન્ટ કરી વિચારો દ્વારા કોમ્પ્યુટર અને મોબાઈલ ચલાવી શકાશે !

ઈલોન મસ્કની કંપની ન્યૂરાલિંકને સફળતા

નવી દિલ્હી તા. ૩૦ઃ ઈલોન મસ્કની કંપનીએ મસ્તિષ્કમાં ચિપ ફીટ કરીને વિચારો દ્વારા કોમ્પ્યુટર, મોબાઈલ વગેરે ચલાવવાની દિશામાં પ્રારંભિક સફળતા મળી હોવાનો દાવો કર્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસના માલિક ઈલોન મસ્કની બ્રેઈન ચિપ કંપની ન્યુરાલિંક માનવ મસ્તિષ્કમાં ચિપ લગાવવામાં સફળ થઈ છે. ઈલોન મસ્કે પોતે આ હ્યુમન ટ્રાયલ સફળ થવાની જાહેરાત કરી હતી. મસ્કે કહ્યું, 'ઈમ્પ્લાન્ટેશન સફળ રહ્યું છે અને જેમના મસ્તિષ્કમાં ચિપ લગાવવામાં આવી હતી તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. હવે કંપની પરિણામની રાહ જોઈ રહી છે.

ઈલોન મસ્કે એકસ પર પોસ્ટમાં લખ્યું, મે ર૦ર૩ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસેથી મંજુરી મેળવ્યા પછી, ન્યુરાલિંકે ગઈકાલે માનવ મસ્તિષ્કમાં માઈક્રો ચિપ ઈમ્પ્લાન્ટ કર્યું. જો કે તેના પરિણામો આવવામાં લગભગ ૬ વર્ષનો સમય લાગશે. આ દરમિયાન જે વ્યક્તિના મસ્તિષ્કમાં ચિપ લગાવવામાં આવી છે તે કંપનીના તબીબી નિષ્ણાતની દેખરેખ હેઠળ રહેશે. તેનો તમામ ખર્ચ કંપની ઉઠાવશે.

મસ્કે કહ્યું, જો પરિણામ અપેક્ષા મુજબ રહેશે તો આ ચિપ દ્વારા માનવ મસ્તિષ્ક માત્ર વિચારો દ્વારા જ કોમ્પ્યુટર અને મોબાઈલને ઓપરેટ કરશે. અંધ લોકો જોઈ શકશે. માનવ મસ્તિષ્ક તે તમામ કામ કરી શકશે, જે હાથ અને પગ દ્વારા કરવામાં આવે છે. મસ્તિષ્ક સમગ્ર શરીરને નિયંત્રિત કરી શકશે.

મસ્કે વધુમાં જણાવ્યું કે, માનવ મસ્તિષ્કમાં સર્જિકલ રીતે ચિપ લગાવવામાં આવી હતી. ચિપ તે જગ્યાએ ઈમ્પ્લાન્ટ કરવામાં આવી છે જ્યાંથી મસ્તિષ્ક હલન-ચલનને નિયંત્રિત કરે છે. આ સર્જરી રોબોટની મદદથી કરવામાં આવી છે. ચિપને એક યુઝર એપથી નિયંત્રિત કરવામાં આવશે.

ઈલોન મસ્કે વધુમાં જણાવ્યું કે, ન્યુરાલિંકે સિક્કાના કદ જેટલું ઉપકરણ બનાવ્યું છે, જે કોમ્પ્યુટર, મોબાઈલ અથવા મસ્તિષ્કની ગતિવિધિઓને નિયંત્રિત કરી શકે છે. માનવ મસ્તિષ્કમાં ઈમ્પ્લાન્ટ કરાયેલા આ ઉપકરણથી, લકવાગ્રસ્ત વ્યક્તિ પણ કોમ્પ્યુટર અને ફોનનો ઉપયોગ કરી શકશે. આ ઉપકરણ એક પ્રકારનો થ્રેડ છે. જે એટલો ઝીણો છે કે તેને હાથથી પકડી શકાતો નથી, તેથી તેનો માનવ મસ્તિષ્કમાં ઈમ્પ્લાન્ટ કરવા માટે, રોબોટની મદદ લેવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh