Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યુવાનના અપહરણ તથા લૂંટના કેસમાં સાત વર્ષની ફટકારાઈ સજા

છ વર્ષ પહેલાં કરાયું હતું વિદ્યાર્થીનું અપહરણઃ

જામનગર તા. ૩૦ઃ જામનગરના એક યુવાનને હોસ્ટેલમાંથી ઉપાડી જઈ લાખાબાવળ પાસે રાખી તેના પિતા પાસેથી રૂા.પ લાખની ખંડણી માગવામાં આવી હોવાના ગુન્હામાં અદાલતે આરોપીને સાત વર્ષની કેદ તથા દંડ ફટકાર્યાે છે.

જામનગરના હરિયા કોલેજ રોડ પર આવેલી હોસ્ટેલમાં રહેતા એક યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેની જાણકારી હોસ્ટેલમાં સાથે જ રહેતા શૈલેષ છગનભાઈ કછટીયાને થયા પછી આ શખ્સે પોતાના મિત્ર એવા તે યુવાનને તેની પ્રેમિકા સાથે મેળવવા લાખાબાવળ પાસે અક્ષર પ્રિત કોલેજ નજીક મેદાનમાં લઈ આવવા શૈલેષે કહ્યું હતું.

ત્યારપછી આ યુવાનને હોસ્ટેલથી ઉપાડી જઈ લાખાબાવળ લઈ જવાયો હતો. જ્યાં તેણે આ યુવાનના માથામાં પથ્થર મારી ઈજા પહોંચાડી હતી અને ગળું દબાવી રાખી તે યુવાનના પિતાને ફોન કરી રૂા.પ લાખની માગણી કરી હતી. તે ઉપરાંત આ યુવાનના ખિસ્સામાંથી કાગળો સાથેનું પર્સ અને મોબાઈલ ઝૂંટવી લીધા હતા.

આ બાબતની સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા પછી પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં અદાલતે આઈપીસી ૩૬૩ના  ગુન્હામાં તેને તક્સીરવાન ઠરાવી સાત વર્ષની કેદની સજા તથા રૂા.પ હજારનો દંડ તેમજ આઈપીસી ૩૯૪ના ગુન્હામાં પાંચ વર્ષની કેદની સજા અને રૂા.૫ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી પીપી દીપક ત્રિવેદી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh