Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોરખડીમાં ગોબાચારી?
જામજોધપુર તા. ૩૦ઃ જામજોધપુર તાલુકાના ગોરખડી ગામના ખેડૂત ઘનશ્યામસિંહ બચુભા વાઢેર દ્વારા ગોરખડી સેવા સહકારી મંડળીમાંથી વર્ષ ર૦૦૯-૧૦ માં એસબીઆઈ બેંક ધ્રાફામાંથી ધિરાણ ઉપાડ્યું હતું. આ પછી વર્ષબ ર૦ર૧ માં ગોરખડી સેવા સહકારી મંડળી દ્વારા રૂા. ૧૦ લાખ ૧૯ હજારની નોટીસ ઘનશ્યામસિંહ વાઢેરને પાઠવાઈ હતી, અને રકમ બાકી હોવાથી ભરપાઈ કરી જવા જણાવ્યું હતું.
આ અંગે ખેડૂતના ભત્રીજા કનકસિંહ ખુમાનસિંહ વાઢેર દ્વારા જણાવાયું છે કે ધિરાણમાં પૈસા ભર્યા ન હોય તો નો ડ્યુ સર્ટી કેવી રીતે કાઢી આપવામાં આવે છે. આ ખેડૂત દ્વારા છ અક્ષરની સહી કરવામાં આવે છે અને ખેડૂતના નામે ૧૦ અક્ષરની સહી બોલે છે.
વિડ્રોમાં અંગુઠાનું નિશાન છે તથા ૧૦ વર્ષથી આ મંડળીમાં નામ ધરાવે છે. આ બાબતે ત્રણ વર્ષથી રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જિલ્લા સબ રજિસ્ટ્રાર સેવા સહકારી મંડળી મુક પ્રેક્ષક બની તમાસો જુવે છે. ડિસ્ટ્રીક્ટ કો ઓપ. બેંક કૌભાંડનું ઘર છે અને મંડળી તેનું સંતાન છે. બન્નેની મીલી ભગતથી બનાવટી કાગળો ઊભા કરવામાં આવ્યા છે. આ બાબતે તપાસ કરી કડક પગલાં લેવા જોઈએ તેવી માંગણી ખેડૂતના ભત્રીજાએ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial