Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ વિદેશમંત્રી શાહમહમ્મદ કુરેશીને પણ ૧૦ વર્ષની સજા ફટકારતી અદાલતઃ
ઈસ્લામાબાદ તા. ૩૦ મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને સૃાઈફન કેસમાં અદાલતે ૧૦ વર્ષની સજા ફટકારી છે, અને પૂર્વ વિદેશમંત્રી શાહ મ!મદ કુરેશીને પણ સજા ફટકારી હોવાનું જાણવા મળે છે.
અહેમાવલો મુજબ ઓફિશ્યલ સિક્રેટ એક્ટના ભંગ બદલ એટલે કે કેસની દેશની ખાનગી માહિતી લીક કરવા બદલ દોષિત ઠરાવાયા છે. રાવલપિંડીના સ્પેશ્યલ કોર્ટના જજે અદિયાલા જેલમાં આ સજા સંભળાવી હતી. પૂર્વ વિદેશ મંત્રી શાહમહંમ્મદ કુરેશીને પણ ૧૦ વર્ષની સજા સંભળાવાઈ છે. બન્નેની હાજરીમાં જજ અંબુલ હસનત જુલ્કરનૈને આ ફેંસલો સંભળાવ્યો હતો.
પાકિસ્તાનમાં એપ્રિલ-ર૦રર માં ઈમરાન ખાનની સરકારના પડ્યા બાદ, ઈમરાને દાવો કર્યો હતો કે, અમેરિકા અને તત્કાલિન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેની સરકારને પાડવાનું કાવતરૃં ઘડ્યું હતું. આ ષડયંત્ર વિશે તેમને અમેરિકામાં તત્કાલિન પાકિસ્તાની રાજદૂત અસદ મજીદખાને ગુપ્ત પત્ર દ્વારા જાણ કરી હતી. રાજદ્વારી ભાષામાં આ પત્રને સાઈફર કહેવામાં આવે છે.
આ સાઈફર અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. ઈમરાનખાન ગયા વર્ષે ઘણી ચૂંટણી રેલીઓમાં આ પત્રને જાહેર કર્યો હતો. ઈમરાને દાવો કર્યો હતો કે, અમેરિકાના ઈશારે તેની સરકારને સેનાએ પાડી દીધી હતી. કાયદાકીય રીતે આ પત્ર નેશનલ સીક્રેટ હોય છે, જે જાહેર સ્થળો પર બતાવી શકાતો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial