Advertisement
Author: નોબત સમાચાર

કબ્રસ્તાનમાં ઉભા કરાયેલા મોબાઈલ ટાવરને ફાળવવામાં આવ્યું વીજજોડાણ

ટાવર સામે ઉભા થયેલા વિવાદનો આવ્યો અંતઃ

જામનગર તા. ૩૦ઃ જામનગરના સુભાષબ્રિજ પાસે આવેલા ઉમરજુન કબ્રસ્તાનમાં ઉભા કરવામાં આવેલા મોબાઈલ ટાવર અંગે વિવાદ ઉભો થયા પછી વીજ કંપનીએ તે ટાવરને વીજજોડાણ આપ્યું ન હતું. આ બાબતનો સુખદ અંત આવતા વીજ કંપનીએ જોડાણ ફાળવ્યું છે.

જામનગરના સુભાષબ્રિજ નજીક મુસ્લિમ સમાજના આરબ, પટ્ટણી, સીદ્દી તથા ગુજરાતી જમાતનું ઉમરજુન કબ્રસ્તાન આવેલું છે. તે માટેની જમીન નવાનગરના જામસાહેબ દ્વારા ફાળવવામાં આવી હતી. તે દરમિયાન પટ્ટણી જમાતે તે કબ્રસ્તાન પોતાની સ્વતંત્ર માલિકીનું હોવાનો દાવો કરી કોર્ટમાં કેસ કર્યાે હતો. જેમાં વર્ષ ૧૯૯૬માં સુપ્રિમ કોર્ટે આ કબ્રસ્તાન ચારેય જમાતનું સંયુક્ત હોવાનું ઠરાવ્યંુ હતું.

ત્યારપછી કબ્રસ્તાનમાં મોબાઈલ ટાવર ઉભો કરી દેવાયો હતો તેનો પટ્ટણી જમાત સિવાય બાકીની ત્રણેય જમાતે વિરોધ કરતા તે ટાવરને વીજ કંપની દ્વારા જોડાણ આપવામાં આવ્યું ન હતંંુ. તે પછી ટાવર કંપનીના જવાબદારોએ તે ત્રણેય જમાતના વહીવટકર્તા સાથે ચર્ચા શરૂ કરી હતી. જેના અંતે ત્રણેય જમાત દ્વારા લેવામાં આવેલા વાંંધા પરત લેવાયા છે. જેના પગલે વીજ કંપનીએ તે ટાવરને વીજ જોડાણ ફાળવ્યું છે.

આ પછી પણ હાલમાં કબ્રસ્તાનની જગ્યામાં કબજો જમાવી લેવાયો હોવાની વિગતો બહાર આવી રહી છે ત્યારે તે જમીનનો કબજો પરત મેળવવા તે આસામી સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની ફોજદારી કાર્યવાહી કરવા આરબ, સીદ્દી તથા ગુજરાતી સમાજ દ્વારા કાનૂની સલાહ મેળવાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh